Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ઘરની નજીક ઓફિસ હોય તો ભારતીયો ઓછા પગારે પણ કામ કરવા માટે તૈયાર

નવી દિલ્હી, તા.૧૪: રોજ ઓફિસ આવવા-જવા માટે કમ્યુટિંગમાં જે સમય ખર્ચાય છે એ તોતિંગ હોય છે. ભારતમાં અડધાથી વધુ પ્રોફેશનલ્સ લાંબા કમ્યુટિંગથી કંટાળેલા છે. માઇક્રોસોફટની માલિકીની પ્રોફેશનલ નેટવર્કિગ પ્લેટફોર્મ લિન્કઇને કરેલા સર્વેમાં બહા આવ્યું છે કે જો કામનું સ્થળ ઘરની નજીક હોય તો દર ચારમાંથી એક પ્રોફેશનલ ઓછા પૈસે કામ કરવા પણ તૈયાર થઇ જાય છે. લાંબા કલાકોનું ટ્રાવેલિંગ કરીને નોકરી કરવા જવાનું ભારતીય પ્રોફેશનલ્સને બહુ જ કઠે છે. લેટેસ્ટ આંકડા બતાવે છે કે છેલ્લા એક વર્ષમાં ભારતીય પ્રોફેશનલ્સનો એવરેજ કમ્યુટર-ટાઇમ વધ્યો છ. આ વધારો કંઇ નાનોસૂનો નહીં. ૪૮ટકા જેટલો છે. સર્વેમાં માત્ર ૪પ ટકા ભારતીયો જ પોતાના રોજિંદા ટ્રાવેલ-ટાઇમથી હેપી  છે જે ૧૧ દેશોના સર્વેમાં સૌથી લોએસ્ટ રેશિયો છે. ૪૨ ટકા રિસ્પોન્ડન્ટસનું કહેવું છે કે જો તેમની આવકમાં ઓછામાં ઓછો ૨૦ ટકાથી વધુનો ઉછાળ આવતો હોય તો જ તેઓ લાંબું કમ્યુટ કરવા તૈયાર છે.

(3:49 pm IST)