Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

વિશ્વનો સૌથી ઊંચો પંજાબનો પોલીસમેન જગદીપસિંહ

અમૃતસર :પંજાબ લોકલ પોલીસમાં કામ કરતા જગદીપ સિંહની અસાધારણ હાઈટ જોઈને તેના સહકર્મચારીઓ અને તેના અધિકારીઓ પણ ચકિત છે. જગદીપને તેના માપના જૂતાં પણ મળતા નથી. સામાન્યપણે લોકોને 7થી 10 નંબરના જૂતા ફિટ આવતા હોય છે જ્યારે જગદીપના જૂતાની સાઈઝ 19 છે. જગદીપના પોતાની સાઈઝના જૂતાં વિદેશથી મંગાવવા પડે છે અને કપડાં પણ ખાસ દરજી પાસે સીવડાવવા પડે છે

(1:18 pm IST)
  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ભૂલી જવાયો :સતત બીજા દિવસે ભાવમાં ઘટાડાને બ્રેક ;કાલે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે :ઘટાડો થવાની શકયતા નહિવત;ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 12:40 am IST

  • મુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST

  • શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારીની ગોળી મારીને હત્યા : જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેઓ 'રાઇઝિંગ કાશ્મીર' અખબારના સંપાદક હતા. : સત્તારૂઢ પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી) ના નઇમ અખતરે જણાવ્યું,કે જ્યારે ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમને ગોળી મારી હતી. access_time 8:36 pm IST