News of Thursday, 14th June 2018

સંસ્કારી બાળકો પેદા કરો, નહીં તો નિ: સંતાન રહો: ભાજપા વિધાયકનો બફાટ

મધ્યપ્રદેશ ગુનાથી ભાજપા વિધાયક પન્નાલાલ શાક્ય ઘ્વારા મહિલાઓને જણાવવામાં આવ્યું કે તેઓ ફક્ત સંસ્કારી બાળકો જ પેદા કરે, જો તેઓ સંસ્કારી બાળકો પેદા નહીં કરી શકે તો તેઓ નિ: સંતાન જ રહે. વિધાયક  પન્નાલાલ શાક્ય ઘ્વારા એક કાર્યક્રમમાં મહિલાઓને સંબોધીને જણાવવામાં આવ્યું કે ખોટા સંસ્કાર વાળા બાળકો મોટા થઈને દેશની વિરુદ્ધ કામ કરે છે.

(12:42 pm IST)
  • શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારીની ગોળી મારીને હત્યા : જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેઓ 'રાઇઝિંગ કાશ્મીર' અખબારના સંપાદક હતા. : સત્તારૂઢ પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી) ના નઇમ અખતરે જણાવ્યું,કે જ્યારે ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમને ગોળી મારી હતી. access_time 8:36 pm IST

  • કાલે પેટ્રોલમાં લિટરે 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા ;ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહિ થાય: પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા બે દિવસથી ભાવમાં ઘટાડાને બ્રેક લાગી હતી: કાલે શુક્રવારે પેટ્રોલમાં લીટર માત્ર આઠ પૈસાનો ઘટાડો થશે જયારે ડીઝલના ભાવ યથાવત રહેશે access_time 10:18 pm IST

  • ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા : તીવ્રતા ૪.૦ રિક્ટર સ્કેલ નોંધાઈ : લોકો ઘરની દોડી ગયા : ભૂકંપનું એપી સેન્ટર ઉત્તર કાશીમાં : કોઈ જાનહાની નથી access_time 12:04 pm IST