News of Thursday, 14th June 2018

દુબઈ મની લોન્ડરીંગ માટેનું હબ બન્યુ

દુબઈના કાયદાઓનો લેવાતો લાભઃ રીયલ એસ્ટેટમાં જંગી રોકાણ

દુબઈ, તા. ૧૪ :. ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એન્ડ કરપ્શન રીપોર્ટીંગ પ્રોજેકટના એક રીપોર્ટમાં જણાવાયુ છે કે, દુબઈનુ રીયલ એસ્ટેટ મની લોન્ડરીંગ માટેનું હબ બન્યુ છે. એક રીપોર્ટમાં જણાવાયુ છે કે યુદ્ધના લાભાર્થીઓ, ટેરર ફાયનાન્સરો અને ડ્રગના તસ્કરોએ તાજેતરના વર્ષોમાં પોતાની કાળી કમાણીનું રોકાણ દુબઈના રીયલ એસ્ટેટમાં કર્યુ છે.

અનેક ભારતીયોએ પણ દુબઈમાં પ્રોપર્ટી લીધી હોવાનું પણ બહાર આવ્યુ છે. ભારતીય કાયદાનુસાર દુબઈમાં પ્રોપર્ટી લેવી એ કંઈ ગુન્હો બનતો નથી. ફોરેન એકસચેન્જ મેનેજમન્ટ એકટ ૧૯૯૯ અનુસાર નિવાસી કે બીન નિવાસી ભારતીય વિદેશમાં સંપત્તિ ખરીદી શકે છે. દુબઈમાં સૌથી વધુ પ્રોપર્ટી પામ ઝુમેરાહ ખાતે ખરીદવામાં આવી છે. દુબઈમાં પણ વિદેશીઓને પ્રોપર્ટી ખરીદવાની છૂટ આપવામાં આવે છે. વિશ્વની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલીફામા પણ અનેક લોકોએ મોટાપાયે રોકાણ કરવાનું પણ બહાર આવ્યુ છે.

અહીં રોકાણ કરી દુબઈ ટેકસ હેવન હોવાના લાભ પણ આ લોકો લેતા હોય છે.

(11:47 am IST)
  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ભૂલી જવાયો :સતત બીજા દિવસે ભાવમાં ઘટાડાને બ્રેક ;કાલે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે :ઘટાડો થવાની શકયતા નહિવત;ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 12:40 am IST

  • દિલ્હીના મંત્રી ઇમરાન હુસૈનને જાનથી મારી નાખવાની ભાજપના ધારાસભ્યે ધમકી દીધીઃ પર્યાવરણમંત્રી ઇમરાને ઈંદ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય મનિન્દરસિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી :સરકારી કામમાં ખલેલ પહોચાડયાનો પણ આક્ષેપ access_time 12:57 am IST