Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

રાજકોટ - મુંબઇ દુરોન્તો એકસપ્રેસ ટ્રેન ખાલી જાય છે રેલવેએ લોકોને એમા પ્રવાસ કરવાની વિનંતી કરી

 મુંબઇ તા.૧૪ :મુંબઇથી અમદાવાદ સુધીનો દુરોન્તો એકસપ્રેસ હાલમાં જ રાજકોટ સુધી એકસટેન્ડ કરવામાં આવી હતી. આ ટ્રેન માટે વેસ્ટર્ન રેલવેના રાજકોટ ડિવિઝને નવી ટ્રેનમાં સીટો ઉપલબ્ધ હોવાનું કહીને પેસેન્જરોને આ ટ્રેનની પસંદગી કરવા માટે વિનંતી કરી છે.

દુરોન્તો એકસપ્રેસનેલ અમદાવાદથી રાજકોટ સુધી એકસટેન્ડ કરીને ઈન્ડિયન રેલવેએ પ્રીમીયમ ટ્રેનની સુવીધા ઉપલબ્ધ કરી આપી છે. આનાથી રાજકોટ અને સુરેન્દ્રનગરના પેસેન્જરોને મદદ મળશે.

રાજકોટના ડિવિઝનલ રેલવે-મેનેજરે કહ્યુ હતુ કે 'દુરોન્તો એકસપ્રેસમાં સીટો ઉપલબ્ધ છે, જ્યારે સૌરાષ્ટ્ર જનતા અને સૌરાષ્ટ્ર મેલએમ અન્ય બે ટ્રેનોમાં ટિકિટો ઉપલબ્ધ નથી.' મુંબઇ માટે આ ટ્રેનોમાં જે પેસેન્જરોની ટિકિટો વેઇટીંગ દુરોન્તો લિસ્ટમાં હોય છે. તેઓ પોતાનુ કમ્ફર્મ રિઝર્વેશન દુરન્તો એકસપ્રેસમાં કરાવી શકે છે.

રાજકોટ-મુંબઇ એકસપ્રેસમાં એ.સી. ફર્સ્ટ કલાસ ાા-એ.સી., ાાા- એ.સી અને એસી ઈકોનોમી  કલાસ છે.(૧૭.૨)

(11:46 am IST)