Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

બાંદીપોરાના જંગલમાં બે આતંકવાદી ઠાર : સેનાનો એક જવાન પણ શહીદ

શ્રીનગર તા. ૧૪ : રમજાનના પવિત્ર માસમાં યુદ્ઘવિરામ વચ્ચે પણ આતંકવાદીઓ દ્વારા સતત સેના પર હુમલો કરવામાં આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીર સ્થિત બાંદીપોરા જિલ્લામાં પનારના જંગલોમાં આતંકીઓ અને સેના વચ્ચે મુઠભેડમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ મુઠભેડમાં ભારતીય જવાન પણ શહીદ થયો છે. પનારના જંગલોમાં સેના છેલ્લા છ દિવસથી સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે.

ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં છેલ્લા છ દિવસમાં ઘણી વખત સેના અને આતંકીઓ વચ્ચે મુઠભેડ થઈ ચુકી છે. એક રિપોર્ટ અનુસાર, ગુરૂવારે સવારે મુઠભેડમાં સેનાએ બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ મુઠભેડમાં જ સેનાનો એક જવાને પણ પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે.

અત્રે નોંધનીય છેકે સેનાએ શનિવારે મોડી સાંજે બાંદીપોરના પનાર વિસ્તારના જંગલોમાં કેટલાક આતંકીઓ હોવાની માહિતી મળી હતી. જેના આધાર પર સેનાની ૧૪ રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોએ પનારના જંગલોમાં તપાસ અભિયાન શરૂ કર્યું હતું. જેમાં આતંકીઓએ સેના જવાનો પર ગોળીબાર કરી ભાગવા માટેનો પ્રયાસ કર્યો હતો, જે પછી SOG અને CRPFના જવાનાઓએ જંગલને ઘેરી લીધું હતું અને તપાસ હાથ ધરી હતી.(૨૧.૧૨)

(6:10 pm IST)