Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ઉત્તરાખંડમાં આગામી ૪૮ કલાક ભારે, હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ

દહેરાદૂન, પૌડી, નૈનીતાલ અને ઉધમસિંહનગરમાં ભારે વરસાદની ચેતવણી

દહેરાદૂન તા. ૧૪ : ઉત્તરાખંડમાં ૧૪ અને ૧૫ જૂનના રોજ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેરકર્યું છે. જેમાં ખાસ કરીને દહેરાદૂન, પૌડી, નૈનીતાલ અને ઉધમસિંહ નગરમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

ઉલ્લેખનીય છે આ અગાઉ ૧લી જૂને ઉત્તરખંડના ઉત્તરકાશી, ટિહરી સહિત ચારજગ્યાએ વાદળ ફાટયું હતું. હવામાન વિભાગ અનુસાર ૧૪-૧૫ જૂનના રોજ ઉત્તરાખંડમાં ભારે વરસાદનું અનુમાન છે. આ દરમિયાન ૭૦ કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શકયતા છે. આ જાણકારી મળતાં પ્રશાસન એલર્ટ થઇ ગયું છે. આ સાથે પ્રશાસન દ્વારા એસડીઆરએફની ટીમને અલગ-અલગ જગ્યાએ તૈનાત કરવામાં આવી છે.

ઉત્તરાખંડ માટે આગામી ૪૮ કલાક ભારેથી અતિભારે છે. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તરાખંડમાં આ ૪૮ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

જેમાં દેહરાદૂન, પૌડી, નૈનીતાલ અને ઉધમશસહનગરમાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગનું માનીએ તો આ દરમિયાન ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેના કારણે તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

SRPFની ટીમને પણ અલગ અલગ સ્થળોએ તૈનાત કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે પહેલી જૂને ઉત્તરાખંડમાં ઉત્તરકાશી, ટિહરી સહિત ચાર જગ્યાએ વાદળ ફાટયા હતા. નોંધનિય છે કે ૨૦૧૩માં ઉત્તરાખંડમાં આવેલા પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ હતી અને આશરે ૪૫૦૦ લોકોના મોત નિપજયા હતા.

જોકે આવી સ્થિતિ ન સર્જાય તે માટે તંત્રને પહેલાથી એલર્ટ કરી દેવામાં આવ્યું છે. ત્યારે ફરી એકવાર ચારધામ યાત્રા પર આકાશી આફત સર્જાઈ શકે છે.(૨૧.૧૧)

 

(11:43 am IST)