Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

સંઘના વડાએ ૧૯૪૭માં ગાંધીજીને મારવાની ધમકી આપી'તી

સીઆઇડીના ગુપ્ત રીપોર્ટમાં સનસનીખેજ ખુલાસો

નવી દિલ્હી તા. ૧૪ :.. આરએસએસ પર મહાત્મા ગાંધીની હત્યા કરવાના આરોપ બદલ સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ખખડાવ્યા છે. કોર્ટનું કહેવું છે કે રાહુલ ગાંધી સમગ્ર આરએસએસની ટીકા ન કરી શકે. મહાત્મા ગાંધીના મૃત્યુના ૬૮ વર્ષ પછી ઉઠેલા આ મુદા પર કોર્ટે રાહુલને તો ચુપ કરી દીધા છે પણ તેનાથી આરએસએસે મહાત્મા ગાંધીને મારવાની ધમકી આપી હતી કે નહીં તે સવાલનો જવાબ નથી મળતો. જો કે દિલ્હી પોલીસના આર્કાઇવ્સમાં પડેલો રીપોર્ટ એમ કહે છે કે આરએસએસે ગાંધીને ધમકાવ્યા હતા. આ રીપોર્ટ મહાત્મા ગાંધીની હત્યાના થોડા મહિના પહેલાનો જ છે. અમે આપને આરએસએસની જે મીટીંગમાં ધમકી આપવામાં આવેલ તેના પોલીસ રીપોર્ટની કોપી બતાવીએ છીએ.

આ રીપોર્ટમાં સીઆઇડી સોર્સ સેવક છે. (કદાચ આ સેવકનો અર્થ આરએસએસના સ્વયં સેવક છે) અને તે ઇન્સ્પેકટર કરતારસિંહે ફાઇલ કર્યો હતો.

રીપોર્ટ આ પ્રમાણે છે

૮ ડીસેમ્બરે સંઘના લગભગ રપ૦૦ સ્વયંસેવકો રોહતક રોડ પર એક કેમ્પમાં ભેગા થયા હતાં. થોડી ડ્રીલ પછી સંઘના ગુરૂ એમ. એસ. ગોલવલકરે તેમને સંબોધન કર્યુ હતું. તેમણે સંઘના સિધ્ધાંતો જણાવ્યા અને કહ્યું કે હવે દરેક જણે આવનાર મુશ્કેલીઓ સામે લડવા તૈયાર રહેવું પડશે. સરકાર વિષે તેમણે કહયું કે કાયદો તાકાતનો મુકાબલો ન કરી શકે અને આપણે શીવાજીની નીતિ અપનાવી ગોરીલા યુધ્ધ માટે તૈયાર થવું પડશે. આપણો રસ્તો રોકનારને ખતમ કરવા પડશે.

ગોલવલ કરે મુસલમાનો માટે કહયું કે ભારતમાં તેમને દુનિયાની કોઇ તાકાત નહી રાખી શકે. મહાત્મા ગાંધી ચૂંટણીમાં તેમના મતનો લાભ લેવા મુસલમાનોને ભારતમાં રાખવા માગે છે. પણ ત્યાં સુધી ભારતમાં એક પણ મુસલમાન નહીં બચે. જો ભારતમાં તેમને રખાયા તો તેથી જવાબદારી સરકારની રહેશે. હિંદુઓની નહીં. મહાત્મા ગાંધી લોકોને હવે ભ્રમિત નહી કરી શકે. આપણી  પાસે આવા લોકોને ચુપ કરાવવાના રસ્તા પણ છે, પણ આપણી પ્રથા છે કે હિંદુઓના આપણે વિરોધી નથી. જો આપણને મજબૂર કરવામાં આવશે તો આપણે એવું કરવામાં નહી ચુકીએ.

આરએસએસની આ સીક્રેટ મીટીંગને લીધે સરકાર પણ ચીંતીત હતી. આ મીટીંગમાં  શું થયું તેની જાણકારી માટે સીઆઇડી સ્પેશ્યલ બ્રાંચ લખનૌના એસ. પી. જી. બી. વીંગીસ વારંવાર દિલ્હીથી મંગાવતા હતાં.

સીઆઇડી દિલ્હીના એસ.પી.એ તેમને લેખીત રીપોર્ટ મોકલ્યો હતો. વીગીંસ આરએસએસની ૧ ડીસેમ્બર ૧૯૪૭ ના રોજ મથુરામાં થયેલી સીક્રેટ મીટીંગ બાબતે  પણ ચીંતીત હતાં. આ મીટીંગમાં નકકી થયું હતું કે ૮ ડીસેમ્બર ૧૯૪૭ ના દિવસે આરએસએસના દેશભરના સ્વયં સેવકોની મીટીંગ થશે.

આ રીપોર્ટમાં એવું કહેવાયું હતું કે ૮ ડીસેમ્બરે થનાર આ મીટીંગમાં લોકોને ડરાવવા અને આર એસ એસની પકડ મજબૂત બનાવવા કોંગ્રેસી નેતાની હત્યા કરવા બાબત ચર્ચા થવાની હતી. મથુરા અને દિલ્હીના બે રીપોર્ટસથી સરકારની ઉંઘ હરામ થઇ ગઇ હતી. જોકે કોંગ્રેસી નેતાની હત્યા કરવા માટે આર એસ એસ પાસે હથીયાર છે કે નહી તે વાતની પુષ્ટિ નહોતી થઇ.

૧૩ નવેમ્બરની તારીખ વાળા સીઆઇડીના એકદમ ખાનગી રીપોર્ટમાં એવું કહેવાયું હતું કે કેટલાક આરએસએસ કાર્યકર્તાઓએ મોટીગેટ અને દીલ્હીમાં બીજી જગ્યાઓ પર ઓન ડયુટી પોલીસ કર્મચારીઓને સ્થાનીક મુસ્લીમો પરના આયોજીત હુમલામાં ખોટી જુબાની આપવાનું કહ્યું હતું. આર એસ એસ કાર્યકર્તાઓએ પોલીસ કર્મચારીઓને કહ્યું હતું કે તેમની પાસે દરેક પ્રકાર હથીયાર છે અને જયારે હુલ્લડ થાય તો પોલીસે તેમના પર ફાયરીંગ ન કરવું કેમકે તેઓ હિંદુ છે જોકે રીપોર્ટમાં એવું કહેવાયું છે કે પોલીસ કર્મચારીઓ તે બાબતે સંમત નહોતા થયા કેમકે હુલ્લડમાં જો તેઓ ફાયરીંગ ન કરે તો સરકાર તેમના પર પગલા લે અને જો ફાયરીંગ કરે તો કેટલાક હિંદુ પણ મરે.

સી આઇ ડી રીપોર્ટ પ્રમાણે મુસલમાનો સામે હુલ્લડ કરવાનું પ્લાનીંગ કરનાર આરએસએસના લોકોએ નક્કી કર્યુ હતું કે જો હુલ્લડ થાય તો સંધકર્મી પોતાના કાંડા પર સફેદ રૂમાલ બાંધશે એટલે તેને ઓળખી શકાય. સીઆઇડીના ૨૪ નવેમ્બર ૧૯૪૭ના એક રીપોર્ટમાં સુત્રોના નામે એવું કહેવાયુ હતુ કે આરએસએસના બે સ્વયં સેવકોએ થોડા દિવસ પહેલા અલવર સ્ટેટ પાસેથી ૧૫૦ બંદુકો ખરીદી છે. ૬ ફેબ્રુઆરી ૧૯૪૮ના દિવસે ઇન્ડીયન એકસપ્રેસમાં છપાએલ સમાચાર મુજબ નાથુરામ ગોડસેએ જે રીવોલ્વરથી મહાત્મા ગાંધીની હત્યા કરી હતી તે તેને આરએસએસના નેતાએ નાગપુરમાં આપી હતી.

સી.આઇ.ડી રીપોર્ટ પ્રમાણે ૨૮ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ જવાહરલાલ નેહરૂએ સરદાર પટેલને જે કાગળ લખ્યો હતો તેમાં થોડીક સરચાઇ હતી. તેમણે લખ્યું હતું કે આ બાબતે હુ એવા નિર્ણય પર પહોંચ્યો છુ કે બાપુની હત્યા એક માણસનું કામ નથી પણ આરએસએસ દ્વારા આયોજન કરાએલ એક મોટા કેમ્પેન હેઠળ કરવામાં આવી છે. દિલ્હી પોલીસમાં આરએસએસ માટે સહાનુભુતી ધરાવતા લોકો ઓછા નથી અને આની સાથે નીપટવું સહેલું નથી.

જો કે સરદાર પટેલે નેહરૂને જવાબ દઇને આરએસએસને કલીન ચીટ આપી હતી. પટેલે લખ્યું હતું કે આરએસએસનો હાથ બાપુની હત્યામાં નથી તે સાબીત થઇ ચુકયુ છે આ હત્યાની આજીસ હિંદુ મહાસભાએ વિનાયક દામોદર સાવરકરની આગેવાની હેઠળ રચી હતી. ગાંધીની હત્યાને આરએસએસ અને મહાસભાના એવા લોકોએ વાજબી ઠેરવી હતી જેમને ગાંધીજીની વિઅરસરણી નહોતી ગમતી..(૧૭.૬)

 

(11:42 am IST)