Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

સલમાનની હત્યા માટે બે દિવસ તેના ઘરની રેકી કરી : કેટલા અંતરથી ગોળી મારી શકાય સહીત તમામ પ્લાન

સલમાનના આવવા જવાનો સમય અને સિક્યોરિટીની મેળવી હતી જાણકારી : ચોંકવનારા ખુલાસા

મુંબઈ :ગુરૂગ્રામ STFની ટીમે સલમાનખાનની હત્યાનાં ષડયંત્રનો ખુલાસો કર્યો છે હૈદરાબાદનાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇનાં ગુર્ગે સંપત નહેરાની ધરપકડ કરી છે સંપત નેહરા પર હત્યા, હત્યાનાં પ્રયાસ અને ખંડણી માંગવાનાં બે ડઝનથી વધુ કેસ હરિયાણા સહિત ઘણાં રાજ્યોમાં દાખલ છે. ઘરપકડ બાદ સંપત નેહરાની STFની ટીમે પુછપરછ કરતા તેણે કબૂ લાત કરી કે તે સલમાન ખાનની હત્યાનું ષડયંત્ર રચી રહ્યો હતો.

   STFની ટીમનાં જણાવ્યાં મુજબ સંપત નેહરાએ કબૂલ્યું છે કે તે હત્યા માટે બે દિવસ સુધી તેનાં ઘરની રેકી કરી ચુક્યો છે. ષડયંત્ર કોઇપણ રીતે નિષ્ફળ ન થાય તે માટે નેહરા ઘરની આસપાસની જાણકારી રાખવાની સાથે સલમાનનાં આવવા જવાનાં સમય અને સિક્યોરિટીની જાણકારી પણ રાખતો હતો

   સંપત નેહરા મેનાં પહેલાં અઠવાડિયામાં સલમાનનાં ઘરની રેકી કરવાં ગયો હતો. સંપત નેહરા સલમાનનો ફેન બનીને તે સમયે સલમાનની હત્યાની તાકમાં બેઠો હતો જ્યારે સલમાન તેનાં ઘરની બાલકની પર ઉભો રહીને તેનાં ફેનથી રુબરુ થતો હોય છે. એટલું જ નહીં ફેન્સ અને સમલાનની વચ્ચે કેટલું અંતર છે અને અંતરમા કયા હથિયારથી ગોળી મારી શકાય છે તેની તમામ જાણકારી સંપત નેહરા પાસે હતી. પણ સંપત નેહરા પોતાના મિશનમાં કામયાબ થાય તે પહેલાં જ STFએ તેને હૈદરાબાદમાં જ ઝડપી પાડ્યો હતો.

(11:40 am IST)
  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • દિલ્હીના મંત્રી ઇમરાન હુસૈનને જાનથી મારી નાખવાની ભાજપના ધારાસભ્યે ધમકી દીધીઃ પર્યાવરણમંત્રી ઇમરાને ઈંદ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય મનિન્દરસિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી :સરકારી કામમાં ખલેલ પહોચાડયાનો પણ આક્ષેપ access_time 12:57 am IST

  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ ત્રીજા દિવસે અતિ ગંભીર સ્તરે :બાંધકામ ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકાયો : લોકોને લાંબા સમય ઘરની બહાર નહીં રહેવા સૂચના:દિલ્હી એનસીઆર વિસ્તારમાં પીએમનું સ્તર 1400 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર જે ગંભીર સ્તરથી ત્રણગણું વધારે છે access_time 11:33 pm IST