Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

કરણીસેનાએ રાજસ્થાનના શિક્ષણમંત્રીના નાક અને કાન કાપવાની આપી ધમકી

રાજપૂતોની સરખામણી કરવાના વિવાદમાં ફસાયા : માફી માંગવાની માંગ : ગંભીર પરિણામની ચીમકી

જયપુર :શ્રી રાજપૂત કરણી સેનાએ રાજસ્થાનના શિક્ષણ મંત્રી કિરણ મહેશ્વરીને કાન અને નાક કાપવાની ધમકી આપી છે. કિરણ મહેશ્વરી પર આરોપ લગાવ્યો છે કે તેમણે રાજપૂતોની સરખામણી ઊંદરો સાથે કરી હતી. જોકે મંત્રીએ કહ્યું કે તેમનો ઇશારો સમુદાય માટે ન હતો. તે છતાં પણ રાજપૂત સંગઠને આ માટે મંત્રી માફી માગે તેવી માગ કરી છે.

     એક પ્રેસ કોન્ફરન્સમાં મહેશ્વરીને આવનારી વિધાનસભા ચૂંટણીમાં સર્વ રાજપૂત સમાજ સંઘર્ષ સમિતિ દ્વારા બીજેપી સામે પ્રચાર કરવાના નિર્ણય પર તેમની પ્રતિક્રિયા પુછાતા તેમણે કહ્યું હતું કે, ' એવા પણ લોકો છે જે વરસાદના ઊંદરો જેવા હોય છે, તેઓ ચૂંટણી આવતા જ પોતાના દરમાંથી બહાર આવે છે.'

    કરણી સેનાએ પોતાની બેઠક પછી મંત્રીને માફી માગી લો નહીં તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. કરણી સેનાએ કહ્યું કે તેમને યાદ હશે કે આવા નિવેદનો આપતા  પદ્માવત સમયે દીપિકા પાદુકોણનો હાલ કેવો થયો હતો.

(11:27 am IST)
  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • નાનાનું ધારદાર ટ્વીટઃ પહેલા દિલ્હીવાળા કેજરીવાલ, કેજરીવાલ કરતા હતા : હવે દિલ્હીવાળા હે ભગવાન, હે ભગવાન કરે છે!!! access_time 11:32 am IST

  • શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારીની ગોળી મારીને હત્યા : જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેઓ 'રાઇઝિંગ કાશ્મીર' અખબારના સંપાદક હતા. : સત્તારૂઢ પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી) ના નઇમ અખતરે જણાવ્યું,કે જ્યારે ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમને ગોળી મારી હતી. access_time 8:36 pm IST