Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ધૂળની ચાદરમાં લપેટાયુ ઉત્તર ભારત

દિલ્હી-NCRમાં ઝેરી હવાનો આતંકઃ શ્વાસ લેવાનું પણ મુશ્કેલઃ રાજસ્થાનમાં આંધીના કારણે ત્રણ દિવસ સુધી વાતાવરણ રહેશે ધુંધળું : ૪૮ કલાક મુશ્કેલીભર્યા

નવી દિલ્હી તા. ૧૪ : સમગ્ર ઉત્તર ભારત હાલમાં ધૂળની ચાદરમાં લપેટાયું છે. રાજસ્થાન અને બ્લુચિસ્તાન તરફથી આવી રહેલી ગરમ હવાઓના કારણે ઉત્તર ભારતની હવા ધૂંધળી બની છે. ધૂળભરી હવાથી રાજસ્થાન, દિલ્હી - એનસીઆર, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ પ્રભાવિત થયા છે. એવામાં લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ થઇ રહી છે તેમજ હવાઇ પરિવહનને પણ અસર થઇ રહી છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આવી સ્થિતિ રહી તો ઉત્તર ભારત માટે આવતા ૪૮ કલાક મુશ્કેલી ભર્યા બની શકે છે.

પ્રદૂષણના કારણે ઠંડીમાં તો દિલ્હીમાં શ્વાસ લેવામાં તકલીફ પડે જ છે, પશ્રંતુ આ વખતે તે સ્થિતિ ભરગરમીમાં બની છે. ગઇકાલે દિલ્હીમાં અનેક સ્થળો પર સામાન્યથી ૧૮ ગણું વધુ પ્રદૂષણ જોવા મળ્યું. ગાઝીયાબાદ, નોએડામાં પણ પ્રદૂષણના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આજે પણ સમગ્ર દિલ્હી ધૂળની ચાદર ઓઢેલી જોવા મળી. સીપીસીબીના જણાવ્યા મુજબ દિલ્હીના એર ઇન્ડેકસ ૪૪૫ રહ્યું. સફરના પૂર્વાનુમાન મુજબ આવતા ૨૪ કલાક સુધી  આ પ્રદૂષણથી દિલ્હીને રાહત મળવાના કોઇ એંધાણ નથી. પ્રદૂષણ વધવાનું સૌથી મોટું કારણ પીએમ ૧૦નું સ્તર છે. દિલ્હીના ૨૦ સ્થળો પર પીએમનું સ્તર ૧૦ ગણાથી વધુ રહ્યું. સૌથી વધુ પીએમ ૧૦નું સ્તર મુંડકામાં ૧૮૦૪ જોવા મળ્યું.

સીપીસીબીના જણાવ્યા મુજબ સાંજે ૬ વાગ્યે પીએમ-૧૦નું સ્તર ૮૫૦ એમજીસીએમ રહ્યું તેના કારણે દિલ્હીમાં વિઝીબિલિટી ઓછી રહી અને ધૂળની ચાદર જોવા મળી. સીએઇ અગાઉથી જ ગરમીમાં વધતા પ્રદૂષણ પર ચિંતા દર્શાવી ચૂકયું છે. આ જ મહિને જાહેર કરેલા એક રીપોર્ટમાં સીએસઇએ દાવો કર્યો હતો કે એક એપ્રિલથી ૨૮ મે ૨૦૧૮ વચ્ચે ૬૫ ટકા દિવસોમાં દિલ્હીની એર ઇન્ડેકસ ખૂબ જ ખરાબ રહી છે. આ દરમિયાન ફકત એક ટકા દિલ્હીવાસીઓને ચોખ્ખી હવામાં શ્વાસ લેવાનો મોકો મળ્યો.

રાજસ્થાનમાં ચાલી રહેલી તેજ હવાઓ અને શુષ્ક વાતાવરણના કારણે ઉત્તરભારતના અનેક વિસ્તારોમાં ધૂળની ચાદર પથરાઇ ગઇ છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતા ત્રણ દિવસ લોકોને રાહત મળશે નહિ.(૨૧.૯)

(11:37 am IST)
  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારીની ગોળી મારીને હત્યા : જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેઓ 'રાઇઝિંગ કાશ્મીર' અખબારના સંપાદક હતા. : સત્તારૂઢ પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી) ના નઇમ અખતરે જણાવ્યું,કે જ્યારે ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમને ગોળી મારી હતી. access_time 8:36 pm IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ભૂલી જવાયો :સતત બીજા દિવસે ભાવમાં ઘટાડાને બ્રેક ;કાલે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે :ઘટાડો થવાની શકયતા નહિવત;ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 12:40 am IST