Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

કર્ણાટકમાં ભાજપને વધુ એક ઝટકો : જયનગર બેઠક પર કોંગ્રેસના સૌમ્યા રેડીનો વિજય

બેંગ્લુરુ :કર્ણાટકમાં ભાજપને વધુ એક ઝટકો લાગ્યો છે જયનગર વિધાનસભા બેઠક પર આજે કોંગ્રેસના ઉમેદવાર સૌમ્યા રેડ્ડી જીત્યા છે. જે માટેની ચુંટણી ૧૧ જુનના રોજ થઈ હતી. કર્ણાટક વિધાનસભાની ચુંટણી ૧૨ મે ના રોજ થઈ હતી. પરંતુ તે પૂર્વે આ બેઠક પરના ભાજપના ઉમેદવાર બીએન. વિજયકુમારનું અવસાન થયું હતું. જેના લીધે જયનગરની ચુંટણી મૂલતવી રાખવામાં આવી હતી. આ બેઠક પર ૧૧ જુનના રોજ ૫૫ ટકા મતદાન થયું હતું.

  આ બેઠક ભાજપે વિજયકુમારના ભાઈ બીએન. પ્રહલાદને ટીકીટ આપી હતી. જયારે કોંગ્રેસે આ બેઠક પર પૂર્વ મંત્રી રામલિંગાની પુત્રી સૌમ્યા રેડ્ડીને મેદાનમાં ઉતારી હતી. ચુંટણી પૂર્વે ૫ જુનના રોજ જેડીએસે તેમના ઉમેદવાર મેદાનમાંથી હટાવી લીધા હતા અને કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. મતગણના પૂર્ણ થયા બાદ જાહેર થયેલા પરિણામ બાદ કોંગ્રેસ કાર્યકરોએ જશ્ન મનાવ્યું હતું. આ ચુંટણી કોંગ્રેસ ઉમેદવાર ૨૮૦૦ થી પણ વધુ મતથી જીત્યા હતા.

  આ દરમ્યાન કલબુર્ગી વિધાન પરિષદની ચુંટણીમાં નોર્થ ઇસ્ટ ગેજ્યુએટ સીટ પર કોંગ્રેસના ચન્દ્રશેખર પાટીલ ૩૨૧ મતથી જીત્યા છે . જો કે ૬ વિધાન પરિષદનું પરિણામ સાંજે ૬ વાગે જાહેર કરવામાં આવશે. આ બેઠકો પર ૮ જુનના રોજ મતદાન થયું હતું. 

 કર્ણાટકમાં વિધાન પરિષદ સભ્યોની સંખ્યા ૭૫ છે. ૬ વિધાન પરિષદની સભ્યો ધારાસભ્ય તરીકે ચુટાતા આ બેઠક ખાલી થઈ હતી. વિધાન પરિષદના સભ્યોનો કાર્યકાળ ૧૭ જુનના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તેની માટે નવા સભ્યોની ચુંટણી કરવામાં આવી રહી છે.

(12:00 am IST)
  • મુંબઈમાં છેલ્લા બે મહિનામાં 295 આગ લાગવાની ઘટના ;60 કરોડનું નુકશાન :બીએમસીની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલ access_time 12:56 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • આજથી સમગ્ર વિશ્વમાં ફુટબોલ ફીવરઃ ફીફા વર્લ્ડકપનો પ્રારંભઃ ૧૧ શહેરના ૧૨ સ્ટેડિયમોમાં રમાશે ૬૪ મેચઃ રશિયામાં ઉત્સાહનું મોજુઃ પ્રથમ મેચ યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે access_time 11:31 am IST