Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

મધ્યપ્રદેશમા જીતની સંભાવના નથી તેવા ભાજપના 130 ધારાસભ્યોની ટિકિટ કપાશે:અમિતભાઇનો સંકેત

કોંગ્રેસને નબળી સમજવાની ભૂલ નહિ કરવા અને શિવરાજસિંહને બદલે સંગઠનના નામે ચૂંટણી લડવા સંદેશ

 

નવી દિલ્હી :મધ્યપ્રદેશમાં આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે પોતાની રણનીતિ શરુ કરી છે સાથોસાથ ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને મંત્રીઓની મુશ્કેલીઓ વધારી છે. અમિતભાઈ  શાહે ચોખ્ખો સંદેશો આપ્યો છે કે આશરે 130 જેટલા ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવશે જેમની જીતની સંભાવના નથી. ઉપરાંત રાજ્યમાં કોંગ્રેસને નબળી સમજવાની ભૂલ કરાવનું પણ કહ્યું હતું.

  મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના સત્તા વિરોધી લહેરનો સામનો કરી રહી છે. અમિતભાઈ શાહે પાછલી ત્રણ મુલાકાત દરમિયાન શિવરાજની જગ્યાએ સંગઠનના નામ ઉપર ચૂંટણી લડવાનો સંદેશો આપી રહ્યા છે. પરંતુ તાજેતરમાં કરેલા જબલપુરના પ્રવાસ દરમિયાન તેમણે પાર્ટીના નેતાઓને સંદેશો આપ્યો હતો કે, વખતે લડવું વધારે અઘરું બની જશે.

   જબલપુરના ભેડાઘારમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ  શાહની હાજરીમાં થયેલી બેઠકમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને ચૂંટણીમાં વિરોધ પક્ષ દ્વારા બનાવવામાં આવનારા મુદ્દાઓને લઇને ચર્ચા થઇ હતી.

  સુત્રોના જણાવ્યા પ્રમાણે ચૂંટણીમાં જે મુદ્દાઓથી વિપરિત અસર થવાની હોય એવા મુદ્દાઓને નષ્ટ કરવા માટે કહ્યું છે. તેમણે જીતનો ફોર્મ્યુલા બતાવ્યો હતો જેમાં ખેડૂત, વેપારી, આદિવાસીઓને ખુસ કરવાનું પણ કહ્યું છે.

  અમિતભાઈ  શાહે ભલે મધ્ય પ્રદેશ ભાજપને સતર્ક કરી હોય પરંતુ એમપીના મંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, ભાજપ અધ્યક્ષ અમિતભાઈ  શાહ જ્યાં પણ ગયા છે ત્યાં ભાજપની સરકાર બની છે. સાથે સાથે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધઈ ઉપર નિશાન સાધતા કહ્યું કે તેઓ જ્યાં ગયા છે ત્યાં કોંગ્રેસ હારી છે.

  અમિતભાઈ  શાહે જબલપુર પ્રવાસને લઇને મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે કહ્યું કે, પ્રદેશમાં ભાજપની જમીન ખસી રહી છે. એટલા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ વારંવાર મધ્ય પ્રદેશની મુલાકાત લઇ રહ્યા છે. ભાજપને પોતાની હાર ચોખ્ખી દેખાઇ રહી છે.

(12:00 am IST)