Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

દિલ્હીના નરેલામાં પ્લાસ્ટિક ફેકટરીમાં ભીષણ આગ : ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

આગ લાગવાનું કારણ હજુ અકબંધ :આગ ખૂબ જ વિકરાળ બની : સ્થળ પર ગભરાટ ફેલાયો

નવી દિલ્હી : દિલ્હીમાં મુંડકાની આગ પણ ઓલવાઈ ન હતી કે રાજધાનીના નરેલામાં આગની વધુ એક ઘટના સામે આવી છે. નરેલામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ફાયર બ્રિગેડની 15 ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ ખૂબ જ ગંભીર હોવાનું કહેવાય છે. જેના કારણે સ્થળ પર ગભરાટ ફેલાયો હતો.

નરેલામાં આગના એક દિવસ પહેલા શુક્રવારે મુંડકાના મેટ્રો સ્ટેશન પાસે ચાર માળની ઈમારતમાં આગ લાગી હતી. જેમાં 27 લોકોના મોત થયા હતા. તમામ મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે અનેક લોકો લાપતા હોવાનું કહેવાય છે. આ અકસ્માત એટલો દર્દનાક હતો કે મૃતકોની લાશની ઓળખ કરવી પણ મુશ્કેલ બની રહી હતી

(11:10 pm IST)