Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

ભારતના અલ્‍ટ્રારીચ લોકો કરે છે લકઝરી પ્રોપર્ટીઓમાં રોકાણ

મહામારીમાં ૨૫ ટકા લોકોએ ખરીદી પ્રોપર્ટી

 

મુંબઇ, તા.૧૪: રોકાણ માટે સારા ગણાતા વિકલ્‍પોમાંના એક એવા મકાનોમાં ભારતના ધનવાન લોકો રોકાણ કરી રહ્યા છે. મહામારી પછી ગયા વર્ષથી આ ટ્રેન્‍ડ શરૂ થયો છે. બીઝનેસ પરિવારો, સ્‍ટાર્ટઅપ ફાઉન્‍ડરો અને ટોપ સીઇઓ છેલ્લા થોડા મહિનાઓમાં રહેઠાણ માટે ૫૦ કરોડથી માંડીને ૧૦૦૦ કરોડ ખર્ચી રહ્યા છે. છેલ્લા ચાર વર્ષમાંથી ૨૦૨૧માં મુંબઇ અને પૂણેમાં લકઝરી હાઉસનું વેચાણ સૌથી  વધારે થયુ હતુ અને ૨૦૨૨માં તે નવો રેકોર્ડ બનાવે તેવું ઇન્‍ડિયા સોથબીના આંતરરાષ્‍ટ્રીય રીઆલીટી અને સીઆરઇ મેટ્રીકસના રીપોર્ટમાં કહેવાયુ છે. આ રિપોર્ટ અનુસાર, ૨૦૨૧માં મુંબઇમાં ૧૨૧૪ લકઝરી રહેણાંક મિલ્‍કત ૨૦૨૫૫ કરોડમાં વેચાઇ હતી જેની સરખામણીમાં ૨૦૧૮માં ૫૯૮ યુનિટો ૯૮૭૨ કરોડમાં વેચાયા હતા.આ યુનિટો ખરીદનારાઓમાં શેખર બજાજ, ભારતી એન્‍ટરપ્રાઇઝના વાઇસચેરમેન રાજન ભારતી મિત્તલ, આઇનોક્ષના સિધ્‍ધાર્થ જૈન, વીડીયોકોન ગ્રૃપના અનિરૂધ્‍ધ ધ્‍ુતના પત્‍નિ પૂજા ધુત, શૈલેષ દાલમીયા અને તેમના પત્‍નિ નતાશા, રાધાકીશન દામાણી, એચડીએફસી બેંકના ભૂતપૂર્વ એમડી આદિત્‍યપુરીના પત્‍નિ અનિતા પુરી અને પુત્રી અમૃતા પુરી, ટાટા સન્‍સના ચેરમેન એન ચંદ્રશેખર અને તેમનો પરિવાર તથા આકાશ એજયુકેશનલ સર્વીસના સ્‍થાપક જેસી. ચૌધરી વગેરે સામેલ છે.પૂણેમાં ૨૦૨૧માં ૨૦૮ યુનિટો ૧૪૦૭ કરોડમાં વેચાયા હતા, ૨૦૧૭માં આ આંકડો ૧૨૭ યુનિટ ૮૩૨ કરોડ હતો. તો ગુડગાંવમાં પણ ડીએલએફે નાણાકીય વર્ષ ૨૦૨૨ના બીજા અને ત્રીજા ત્રિમાસીકમાં ૫૩ લકઝરી યુનિટો ૧૬૧૭ કરોડમાં વેચ્‍યા હતા

(3:54 pm IST)