Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

જમ્‍મુ-કાશ્‍મીર તંત્રનું મોટુ પગલુ

આતંકીઓ સાંઠગાઠ ધરાવતા ૩ સરકારી કર્મચારીઓ બરખાસ્‍ત

 

શ્રીનગર,તા. ૧૪ : જમ્‍મુ-કાશ્‍મીર તંત્રએ આતંકી સમુહો સાથેના કથીત સંબંધ મામલે ત્રણ સરકારી કર્મચારીઓને બરખાસ્‍ત કર્યા છે. જેમાં કાશ્‍મીર યુનિ.ના પ્રોફેસર અલ્‍તાફ હુસૈન, સરકારી શિક્ષક મોહમ્‍મદ મકબુલ અને પોલીસ કર્મી ગુલામ રસુલ સામેલ છે. પ્રોફેસર હુસૈન સક્રીય રૂપે જમાત-એ-ઇસ્‍લામ સંગઠન સાથે જોડાયેલા છે. તે આતંકીઓના પ્રશિક્ષણ માટે પાકિસ્‍તાન પણ ગયો હતો. ૧૯૯૩માં  સુરક્ષાદળો દ્વારા ધરપકડ પહેલા હુસૈન જમ્‍મુ-કાશ્‍મીર લીબરેશન ફ્રન્‍ટનો ૩ વર્ષ સુધી સક્રીય આતંકી હતો. (૨.૨૭)

 

 

 

ભાવનગર રોડ વિઠ્ઠલવાવ પાસે કોહવાયેલી પ્રૌઢની લાશ મળી : વાલી વારસની શોધખોળ

રાજકોટ તા.૧૪ : ભાવનગર રોડ પર વિઠ્ઠલવાવ પાછળ ર૩ દિવસ પહેલા પ્રૌઢની મળેલી કોહવાયેલી લાશની ઓળખ મેળવવા આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ ભાવનગર રોડ પર આવેલા વિઠ્ઠલવાવ પાછળ પાણીમાંથી ગત તા.રપ/૪ ના રોજ એક આશરે પપ વર્ષના અજાણ્‍યા પ્રૌની ફુલાયેલી લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્‍સ કૌશેન્‍દ્રસિંહએ પ્રૌઢની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છેતેણે જમણા પગમાં અને ગળાના ભાગે કાળો દોરો પહેરેલ છે તેના જમણા પોચા ઉપર ઓમ' ત્રોફાવેલ તેણે સફેદ લાઇનીંગ વાળો શર્ટ અને કાળા બ્‍લ્‍યુ જેવા કલરનું પેન્‍ટ પહેરેલ છે. જો કોઇ આ પ્રૌઢના સગા સંબંધી હોય તો આજીડેમ પોલીસ મથકના મોબાઇલ નં. ૭૪૩૩૮ ૧૪૮૦૮ સંપર્ક કરવા જણાવાયું છે

(3:18 pm IST)