Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

છ વર્ષથી ખોટ કરતી સેન્‍ટ્રલ બેંક ઓફ ઇન્‍ડિયાએ ૧૦૪પ કરોડનો કર્યો નફો

જુનાગઢ તા.૧૪ : પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી વડપણ હેઠળ કેબીનેટની નિમણુંક સમિતિ (એસીસી)એ પ્રદિપભાઇ ખીમાણીની સેન્‍ટ્રલ બેંક ઓફ ઇન્‍ડિયાના ઓલ ઇન્‍ડિયા ડાયરેકટર તરીકે નિમણુંક કરી ત્‍યારબાદ પ્રદિપભાઇ ખીમાણીએ બેંકના વરિષ્‍ઠ અધિકારીઓ જોડે અવારનવાર નફા ખોટના કારણો ખર્ચ અને આવક અંગે મીટીંગો યોજી વિષયને સમજી બેંકની બોર્ડ મિટીંગમાં તેમના પોતાના લાંબા અનુભવના આધારે કરેલા માર્ગદર્શનના આધારે બેંકે છેલ્લા કવાર્ટરમાં ૩૧૦ કરોડનો તથા નાણાકીય વર્ષ ર૦ર૧-રરમાં ૧૦૪૪.૮૩ કરોડનો નફો કર્યો છે.
સેન્‍ટ્રલ બેંક ઓફ ઇન્‍ડિયાના મેનેજીંગ ડીરેકટર એમ.વી.રાવ, એકઝેકયુટીવ ડાયરેકટર અલોક શ્રીવાસ્‍તવ, વિવેક વાહી, રાજીવ પુરી, આર.બી.આઇ.ડાયરેકટર  પી.જે. થોમસ, શેર હોલ્‍ડર ડાયરેકટર દિનેશ પાંગતે વિગેરેના માર્ગદર્શનના કારણે ભારતની સૌથી જુની (સ્‍થાપના ૧૯૧૧) બેંક છ વર્ષનીસતત ખોટ બાદ નફો કરતી થતા શેર હોલ્‍ડરો તથા કર્મચારીઓમાં પણ આનંદની લાગણી વ્‍યાપી ગઇ છે અને બેંકના કર્મચારીઓને ૧પ દિવસનો પગાર બોનસ આપવામાં આવ્‍યો છે.

 

(1:55 pm IST)