Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

દેશમુખ સરકારીમાં સર્જરી કરાવી શકશે :ખાનગી હોસ્‍પિટલમાં નહી

પીએમએલએ કોર્ટે પૂર્વ ગૃહમંત્રીને મંજૂરી ન આપી

મુંબઇ,તા. ૧૪ : મુંબઇની ખાસ પીએમએલએ કોર્ટે ગઇ કાલે મહારાષ્‍ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને એક ખાનગી હોસ્‍પિટલમાં ખંભાની સર્જરી કરાવવા માટે અનુમતિ દેવાથી ઇન્‍કાર કર્યો છે. કોર્ટે જણાવ્‍યુ છે કે તેઓ સરકારી હોસ્‍પિટલમાં ઇલાજ કરાવી શકે છે. દેશમુખનું ખંભાના હાડકુ ઉતરી જવાની સર્જરી માટે ખાનગી હોસ્‍પિટલની પરવાનગી માંગી હતી.

 

(12:07 pm IST)