Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

એટલી ગરમી છે કે દૂધ તપેલીમાં કાઢો તો સીધો ઉભરો જ આવી જાય

કાળઝાળ ગરમીથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા રમૂજી મેસેજ

નવી દિલ્હી, તા.૧૪: છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે. કાળઝાળ ગરમી માટે સોશિયલ મીડિયામાં વિવિધ રમૂજી મેસેજ વાયરલ થયા છે.
 એટલી બધી ગરમી છે કે દુધ તપેલીમાં કાઢો તો સીધો ઉભરો જ આવી જાય.
 અમારે ત્યાં કેવી ગરમી પડે છે ખબર છે તમને ? સવારે ' ફ્રુટનો વેપારી' હોય તે સાંજે 'ડ્રાયફ્રુટનો' થઈ જાય એવી.
 ગરમી તો એસીમાં રહેતા લોકો માટે વધી છે, બાકી તો આજે  સ્ત્રીઓ રસોડામાં, જવાન સરહદ પર અને કિસાન ખેતરમાં  પંખા વગર જ કામ કરે છે.
 કાગડો નથી ભાઇ પોપટ જ છું. અમદાવાદથી ઉડીને આવ્યો છું એટલે રંગ બદલાઇ ગયો છે.
 નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલું....ખૂબ દઝાય છે!
. આકરી ગરમી, એ કપાયેલા દરેક વૃક્ષે માનવજાત સામે વાળેલું વેર છે!

 

(11:22 am IST)