Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ચમત્કાર :ઓરિસ્સામાં 25 દિવસની બાળકીએ કોરોનાને હરાવ્યો :બાળકી 10 દિવસ સુધી વેન્ટીલેટર પર પણ રહી

ગુડિયા નામની 25 દિવસની બાળકીને કાલાહાંજી જિલ્લામાં તાવ,સાંસની તકલીફ સહિત સમસ્યા: આઈસીયુમાં દાખલ કરાઈ હતી

નવી દિલ્હી :કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે ,જેના લીધે અનેક લોકો મરી રહ્યા છે. પરતું ઓરિસ્સાના ભુવનેશ્વરમાં.હોસ્પિટલમાં દાખલ થયેલી 25 દિવસની ગુડિયાએ ખતરનાક વાયરસને માત આપીને સાજી થઇ છે. આ બાળકી 10 દિવસ સુધી વેન્ટીલેટર પર પણ રહી હતી. બાળકીની સારવાર કરનાર ડોકટર કહે છે કે ચમત્કાર થયો છે.

ગુડીયાની સારવાર કરનાર ડો.અરજિત મહાપાત્રા કહે છે કે બાળકી એ ત્રણ સપ્તાહ સુધી કોરોના સામે લડી અને બુધવારે તેને રજા આપવામાં આવી હતી. ડોકટરે વધુ કહ્યું હતું કે ગુડિયા નામની 25 દિવસની બાળકીને કાલાહાંજી જિલ્લામાં તાવ,સાંસની તકલીફ સહિત સમસ્યા હતી તેથી આ હોસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી, બાળકીને આઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી. તેને વેન્ટીલેટર પર મુકવામાં આવી હતી કારણ કે મલ્ટીઓર્ગન ફેલ થવાની આશંકા છે.

ડોકટેર કહ્યું હતું કે બાળકીના માતા-પિતા અને તેના પરિવારના લોકો કોરોના પોઝિટિવ હતાં.ત્યારબાદ હોસ્પિટલમાં ભર્તી કરાવવામાં આવી હતી. તેના પરિવારને ઇન્ટ ખાનગી હોસ્પિટલમાં રાખવામાં આવી હતી. બાળકીનું આરટીપીસીઆર કરાવડાવ્યું તે પોઝિટિવ આવ્યું હતું.બાળકીને સારવાર દરમિયાન રેમડેસિવિર ઇન્જેકશન તથા અન્ય એન્ટીબોડી દવા આપવામાં આવી હતી.પહેલા 10 દિવસ સુધી તેને વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી.ત્રણ સપ્તાહ બાદ તેની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો. ત્યારબાદ ફરી રીપોર્ટ કઢાવવામાં આવી તે નેગેટીવ આવી હતી. ગુડિયાને બુધવાર રજા આપવામાં આવી હતી.

(12:14 am IST)