Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

કેરળ, કર્ણાટક અને ગોવામાં અતિભારે વરસાદ, પૂર અને જમીન ધસી પડવાથી અંગે ચેતવણી અપાઇ

ભારતીય હવામાન ખાતાએ ખૂબ તોફાની દરિયાની સ્થિતિ અને અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે કેરળના અને કર્ણાટક અને ગોવાના સાગરકાંઠાના જિલ્લાઓમાં નવેસરથી પૂરની સ્થિતિ સર્જવા તથા જમીન ધસી પડવાના સંજોગો સર્જાવાની ચેતવણી આપવામાં આવી છે.

(11:45 pm IST)
  • શહીદ વીર ભગતસિંહના ભત્રીજા અભય સંધુનું દુઃખદ નિધન થયું છે. કોવિડ માંથી સાજા થયા પછી, તેમની સ્વાસ્થ્ય જટિલતાઓને લીધે તેમનું અવસાન થયું હતું. અભય સંધુ છેલ્લા ઘણા દિવસોથી મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. access_time 12:11 am IST

  • કાઠમંડુ : કે.પી.શર્મા ઓલી ફરી એકવાર નેપાળના વડાપ્રધાન બન્યા છે. નેપાળના રાષ્ટ્રપતિ સુ. શ્રી વિદ્યા ભંડારીએ નેપાળના બંધારણ હેઠળ સૌથી મોટા પક્ષના નેતા હોવાના કારણે ઓલીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. નેપાળની સંસદમાં વિશ્વાસનો મત ગુમાવ્યા બાદ રાષ્ટ્રપતિએ ગઠબંધન સરકાર બનાવવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો હતો, જે આજે પૂરો થયો છે. પરંતુ નેપાળના વિરોધી પક્ષો દ્વારા તમામ પ્રયાસો છતાં બહુમતી મેળવવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા અને સત્તાનું સુકાન ફરી એકવાર કે.પી.શર્મા ઓલીના હાથમા આવી ગયું. access_time 11:11 pm IST

  • સુ. શ્રી ઇન્દુ જૈન, ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના ગ્રુપ ચેરમેનનું દુઃખદ નિધન : તેઓ એક અસાધારણ સ્ત્રી અને ઉદ્યોગસાહસિક હતા, જે આધ્યાત્મિકતામાં ખૂબ રસ ધરાવતા એકદમ અનોખા વ્યક્તિ હતા : ૐ શાંતિ... access_time 10:29 pm IST