Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ગાઝાપટ્ટીમાં લોહિયાણ સંઘર્ષ:ઇઝરાયેલની જમીની યુદ્ધની તૈયારી :9000 સૈનિકોને આક્રમણ માટે તૈયાર રહેવા આદેશ

મધ્ય-પૂર્વ એશિયામાં તણાવને પગલે વિશ્વભરમાં ચિંતા :મુસ્લિમ દેશોનું સંગઠન પણ સક્રિય : યુનાઇટેડ નેશન્સની બેઠક બોલાવવાનો પ્રસ્તાવ રાખ્યો

નવી દિલ્હી :  ઇઝરાયલે પોતાના નવ હજાર સૈનિકોને સંભવિત જમીની આક્રમણ માટે તૈયાર રહેવા કહ્યુ છે. જો ઈઝરાયેલના સૈનિકોએ ગાઝામાં બોર્ડર ઓળંગીને કાર્યવાહી કરી તો પરિસ્થિતિ વધારે સ્ફોટક પણ બની શકે છે. ઈજિપ્ત દ્વારા હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના ઘર્ષણમાં યુધ્ધ વિરામ કરાવવાનો પ્રત્ન થઈ રહ્યો છે પણ વાત આગળ વધી રહી નથી. ઇઝરાયેલએ હવાઇ હુમલા પણ તેજ કર્યા છે. 40 મિનિટમાં 450 મિસાઇલોનો મારો કર્યો હતો. જેમાં હમાસના 150 ઠેકાણાઓ નષ્ય થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

તો ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેના ઘર્ષણના કારણે મધ્ય-પૂર્વ એશિયામાં તણાવ પ્રવર્તી રહ્યો છે.ત્યારે અમેરિકાએ ગુરૂવારે યૂનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલની બેઠકને બ્લોક કરી દીધી છે. અમેરિકાએ કહ્યું છે કે આ બેઠકથી શાંતિ કાયમ કરવામાં કોઇ ફાયદો નહીં મળે. આ બેઠકને ચીન તરફથી બોલાવવામાં આવી હતી. તો બીજી તરફ તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને ઇઝરાયેલની વિરૂદ્ધ મુસ્લિમ દેશોને એકત્ર કરવાનું શરૂ કરી દીધું છે. તેમણે ગુરૂવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે ફોન પર વાત કરી હતી અને ઇઝરાયેલને સબક શિખવાડવાની વાત કહી હતી.

મુસ્લિમ દેશોનું સંગઠન ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન પણ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનના મુદ્દે સક્રિય થઇ ગયું છે. તુર્કી, સાઉદી અરબ અને પાકિસ્તાને આ મુદ્દે યુનાઇટેડ નેશન્સની બેઠક બોલાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેને ઓઇઆઇસીએ મંજૂર કર્યો છે. યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે ઇઝરાયેલ અને હમાસની વચ્ચે ચાલી રહેલી જંગને રોકવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ ઘર્ષણના કારણે નિર્દોષ લોકોના જીવ જઇ રહ્યા છે. આ લડાઇથી બંને દેશોની વચ્ચે કટ્ટરતા વધશે.

(11:28 pm IST)