Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

મધ્યપ્રદેશમાં પણ નવા કોરોના કેસ કરતા સાજા થવાની સંખ્યા સાડા ત્રણ હજાર જેટલી વધુ

આજે રાત્રે મળતા અહેવાલો મુજબ મધ્ય પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ના નવા ૮૦૮૭ કેસ નોંધાયા છે જ્યારે આ સમયગાળામાં ૧૧૬૭૧ લોકો સાજા થઈ ગયા છે.  ૮૮ લોકોના મૃત્યુ થયા છે. કુલ મૃત્યુ મધ્યપ્રદેશમાં ૬૮૪૧ નોંધાયા છે. અત્યારે કોરોનાના એક્ટિવ કેસ ૧,૦૪,૪૪૪ છે.

(8:17 pm IST)
  • કાઠમંડુ : કે.પી.શર્મા ઓલી ફરી એકવાર નેપાળના વડાપ્રધાન બન્યા છે. નેપાળના રાષ્ટ્રપતિ સુ. શ્રી વિદ્યા ભંડારીએ નેપાળના બંધારણ હેઠળ સૌથી મોટા પક્ષના નેતા હોવાના કારણે ઓલીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. નેપાળની સંસદમાં વિશ્વાસનો મત ગુમાવ્યા બાદ રાષ્ટ્રપતિએ ગઠબંધન સરકાર બનાવવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો હતો, જે આજે પૂરો થયો છે. પરંતુ નેપાળના વિરોધી પક્ષો દ્વારા તમામ પ્રયાસો છતાં બહુમતી મેળવવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા અને સત્તાનું સુકાન ફરી એકવાર કે.પી.શર્મા ઓલીના હાથમા આવી ગયું. access_time 11:11 pm IST

  • એમપીમાં પત્રકારો અને પરિવારની કોરોના સારવારનો ખર્ચ શિવરાજ સરકાર ઉઠાવશે મધ્યપ્રદેશમાં કોરોના વોરિયર પત્રકારો અને તેમના પરિવારના સભ્યોના કોરોનાની સારવારનો સંપૂર્ણ ખર્ચ ભાજપની શિવરાજસિંહ ચૌહાણ સરકાર ઉઠાવશે. access_time 4:59 pm IST

  • રાજકોટમાં સાંજે ૫:૧૫ વાગ્યે વાદળછાયુ વાતાવરણ છવાયુ છે : સૌરાષ્ટ્રના સાગરકાંઠે ૧૮મી સુધીમાં વાવાઝોડુ આવવાની જાહેરાત થઈ છે ત્યારે તેની પૂર્વ સંધ્યાઍ રાજકોટમાં આજે બપોર પછી વાદળા મિશ્રીત તડકાનું વાતાવરણ જાવા મળે છે access_time 5:30 pm IST