Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ઈમિગ્રન્ટ્સને પણ હેલ્થકેર સુવિધા આપો : ભારતને કોવિદ -19 માટે અપાતી સહાયમાં વધારો કરો : ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલે ફરીથી કોંગ્રેસમાં બિલ મૂક્યું

વોશિંગટન :  ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલે ફરીથી કોંગ્રેસમાં બિલ મૂક્યું છે.જેમાં કરાયેલી રજુઆત મુજબ ઈમિગ્રન્ટ્સને પણ હેલ્થકેર સુવિધા આપવાની માંગણી કરવામાં આવી છે. તેમજ ભારતને કોવિદ -19 માટે સહાય વધારવા માંગણી કરવામાં આવી છે.

સુશ્રી જયપાલે ટ્વિટરના માધ્યમ દ્વારા 12 મે ના રોજ જણાવ્યા મુજબ આપણેઈમિગ્રન્ટ્સની  સ્થિતિ, આવક, રોજગાર અથવા અન્ય કંઈપણને ધ્યાનમાં લીધા વિના, દરેકને માનવ અધિકાર તરીકે આરોગ્ય સંભાળની બાંયધરી આપવી જ જોઇએ.

તેમણે પોતે ઇમિગ્રન્ટ હોવા બદલ ગૌરવ વ્યક્ત કર્યું હતું.તથા જણાવ્યું  હતું કે હું 16 વર્ષની હતી ત્યારે  અમેરિકા આવી હતી.

સુશ્રી જયપાલે કોંગ્રેસમાં મુકેલા બિલને 80 કોંગ્રેસમેન દ્વારા સ્પોન્સર કરાયું હતું.તથા અનેક એનજીઓનું સમર્થન મળ્યું હતું.તેવી ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(7:02 pm IST)
  • સુ. શ્રી ઇન્દુ જૈન, ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના ગ્રુપ ચેરમેનનું દુઃખદ નિધન : તેઓ એક અસાધારણ સ્ત્રી અને ઉદ્યોગસાહસિક હતા, જે આધ્યાત્મિકતામાં ખૂબ રસ ધરાવતા એકદમ અનોખા વ્યક્તિ હતા : ૐ શાંતિ... access_time 10:29 pm IST

  • દસ દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાએ રાડ નખાવી દીધી છેલ્લા દસ દિવસમાં પેટ્રોલમાં પ્રતિ લીટર રૂપિયા ૧.૭૯ અને ડિઝલમાં પ્રતિ લિટર રૂ ૨.૦૪ નો વધારો ઝીંકી દેવાયાનું ન્યુઝફર્સ્ટ જણાવે છે. access_time 10:28 am IST

  • કર્ણાટક હાઈકોર્ટે ગુરુવારે રાજ્યમાં કોરોના રસીની અછત અને લોકોને બીજો ડોઝ મેળવવામાં વિલંબ થતો હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મુખ્ય ન્યાયાધીશ અભય ઓકા અને ન્યાયાધીશ અરવિંદ કુમારની ખંડપીઠે કહ્યું હતું કે રાજ્યમાં માત્ર 11 લાખ રસીઓ બાકી છે, જ્યારે 31 લાખ લોકો રસીના બીજા ડોઝ માટે કતારમાં ઉભા છે. હાઈકોર્ટે રસીની તીવ્ર ઉણપને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો હતો કે શું રસીનો બીજો ડોઝ લેવો એ મૂળભૂત અધિકાર નથી? access_time 10:48 pm IST