Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

'સેકસ માટે બહાર જવું છે': લોકડાઉનમાં ઈ-પાસ માટે પોલીસને મળી વિચિત્ર અરજી

એક અન્ય અરજીમાં ખીલની સારવાર એવું જણાવ્યું છે : કન્નુરના કન્નપુરમના ઇરીનાવના રહેવાસીએ તેની ઇ-પાસ અરજીમાં 'સેકસ માટે બહાર જવા દેવા વિનંતી કરી હતી

નવી દિલ્હી, તા.૧૪: દેશમાં કોરોના મહામારી એ કોહરામ મચાવ્યો છે. બીજી લહેરમાં અનેક પરિવાર બરબાદ થયા છે. કોરોના સંક્રમણને ફેલાતું રોકવા માટે કેટલાક રાજયોએ કડક નિયંત્રણ લાદી દીધા છે, તો કેટલાક સંપૂર્ણ લોકડાઉન તરફ વળ્યા છે. કોરોના સામે લડવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અને માસ્ક પહેરવું જરૂરી છે. જેનું પાલન કરાવવા દેશના વિવિધ રાજયોની પોલીસ પ્રયાસો કરે છે. જે રાજયોએ લોકડાઉન અને આંતરરાજય ટ્રાવેલ બંધ રાખવાનો નિર્ણય લીધો છે, તે રાજયોએ લોકોને ઇમરજન્સી જરૂર માટે ઈ-પાસ મેળવી લેવા કહ્યું છે. જોકે, ઈ-પાસ અત્યારે પોલીસ માટે માથાનો દુઃખાવો બની ચૂકયા છે.

ઈ-પાસ માટે પોલીસ પાસે ઢગલાબંધ અરજીઓ આવે છે. દ્યણી અરજીઓમાં વિચિત્ર કારણ હોય છે. આવો જ એક કિસ્સો કેરળ પોલીસ સમક્ષ રજૂ થયો હતો. પોલીસને એક વ્યકિતએ સેકસ માટે બહાર નીકળવા દેવા વિનંતી કરી હતી. કન્નુરના કન્નપુરમના ઇરીનાવના રહેવાસીએ તેની ઇ-પાસ અરજીમાં 'સેકસ'માટે બહાર જવા દેવા વિનંતી કરી હતી. આ વ્યકિત સાંજે કન્નુરની એક જગ્યાએ જવા માંગતો હતો.

કેરળ કૌમુદીના અહેવાલ મુજબ આવી અરજી મળતા જ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ એલર્ટ થઈ ગયા હતા અને વલપટ્ટનમ પોલીસને તે વ્યકિતને અટકાયત કરવા સૂચના આપવામાં આવી હતી. તેને પૂછપરછ માટે સ્ટેશન લાવવામાં આવ્યો હતો. આ બાબતે વ્યકિતએ આશ્ચર્યજનક બચાવ કર્યો છે. તેણે કહ્યું કે, અરજીમાં 'સિકસ ઓ કલોક'ની જગ્યાએ સેકસ લખાઈ ગયું હતું. અરજી મોકલતા પહેલા આ સ્પેલિંગ ભૂલ સુધારી ન હોવાનું તેનું કહેવું છે. આ વ્યકિતએ માફી માંગી લેતા પોલીસે તેને બિનઆવશ્યક વસ્તુઓ માટે અરજી ન કરવાની તાકીદ કરી જવા દીધો હતો.

આવો જ એક કિસ્સો બિહાર પોલીસ સાથે બન્યો હતો. બિહાર પોલીસ સમક્ષ ઈ-પાસ અરજીમાં વિચિત્ર બહાનું બતાવવામાં આવ્યું હતું. વ્યકિતએ ખીલની સારવાર માટે ટ્રાવેલ કરવાની જરૂર હોવાથી ઈ-પાસની મંજૂરી માંગી હતી. પૂર્ણિયાના ડિસ્ટ્રાકટ મેજિસ્ટ્રેટ દ્વારા ટ્વિટ કરી આ દ્યટનાની વિગત અપાઈ હતી. રાહુલ કુમારે લખ્યું કે, લાઙ્ખકડાઉન દરમિયાન ઈ-પાસ માટે મળતી મોટાભાગની અરજીઓ સાચી હોય છે. પણ કયારેક આવું પણ બને છે. તમારી ખીલની સારવાર રાહ જોઈ શકે છે. જયારથી લોકડાઉનની લાદવામાં આવ્યું છે, ત્યારથી કેટલાક લોકો દ્વારા બહાર નીકળવા માટે વિચિત્ર બહાના બતાવવામાં આવે છે. ત્યારે પોલીસે આવા બહાનામાં કેવો જવાબ આપ્યો તે અંગે અનેક અહેવાલ સામે આવી ચૂકયા છે.

(3:41 pm IST)