Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

સ્પુટનિકનો ૧ ડોઝનો ભાવ હશે ૯૪૮ + ૫% GST = રૂ. ૯૯૫.૪૦

કોરોના સામેના જંગમાં ઉતર્યુ ત્રીજું હથિયાર : રશિયન વેકસીનનો નક્કી થયો ભાવઃ ૯૪૮ રૂપિયા + ૫ ટકા જીએસટીના રૂ. ૪૭.૪૦ : કુલ ૧ ડોઝ પડશે રૂ. ૯૯૫.૪૦માં : બે ડોઝની કિંમત અંદાજે ૨૦૦૦ રૂ. થશે : નવી રસી આવતા સપ્તાહે બજારમાં

નવી દિલ્હી તા. ૧૪ : દેશમાં ભારત બાયોટેકની કોવેકસીન - ઓકસફર્ડ  એસ્ટ્રાજેનેકની કોવિશીલ્ડ ઉપરાંત હવે રૂસની સ્પુટનિક-વી પણ ઉપલબ્ધ બનશે. કોરોના સામે લડવાના જંગમાં હવે ત્રીજું હથિયાર પ્રાપ્ત થયું છે. ભારતીય બજારમાં તે આવતા સપ્તાહથી આવી જશે. જો કે તે અગાઉ મોજુદ બંને વેકસીન કરતા થોડી મોંઘી રહેશે. સ્પુટનિક-વીના એક ડોઝની કિંમત રૂપિયા ૯૯૫.૪૦ રહેશે. એક ડોઝની કિંમત રૂ. ૯૪૮ રહેશે જેમાં ૫% જીએસટી અલગથી લાગશે. આમ વેકસીનના બે ડોઝ લેવા માટે લગભગ બે હજાર રૂપિયાનો ખર્ચ થશે. જો કે આ રસી બનાવનાર ડો. રેડ્ડીનું કહેવું છે કે, જ્યારે રસી ભારતીય ફેકટરીઓમાં બનવા લાગશે તો તેની કિંમત ઘટી શકે છે. હાલ આ વેકસીનનું ઉત્પાદન રશિયામાં થઇ રહ્યું છે અને ત્યાંથી ૧લી મેએ વેકસીનની પહેલી ખેપ ભારત આવી છે.

રશિયા Sputnik V કોરોના વેકસીનની એક ડોઝ ભારતમાં અંદાજે ૧૦૦૦ રૂપિયામાં પડશે. ભારતમાં Sputnik Vની આયાત કરતી કંપની ડો. રેડિઝે લેબોરેટરીએ આ જાણકારી આપી છે. કંપનીએ કહ્યું કે, આ રસીને સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરીઝ દ્વારા મંજુરી મળી ગઇ છે.

કોરોના સામેની જંગમાં ભારતને મજબૂતી મળવાની છે. કેન્દ્ર સરકારે કહ્યું કે કોરોનાની રશિયન વેકસીન Sputnik V આવતા અઠવાડિયાથી બજારમાં ઉપલબ્ધ થઇ શકે છે. કેન્દ્રએ કહ્યું કે રાજયોમાં વેકસીનની અછત થવાના કારણે વેકસીનેશન અભિયાનને થોડા અંશે પ્રતિબંધ લગાવ્યા પછી આગળ વધારવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્ર સહિત ઘણાં રાજયો વેકસીન પૂરી પાડવા માટે ગ્લોબલ ટેંડર બહાર પાડી રહ્યા છે.નીતિ આયોગના સભ્ય ડો. પોલે કહ્યું કે, મને જણાવતા ખુશી થઇ રહી છે કે Sputnik V આવતા અઠવાડિયે બજારમાં ઉપલબ્ધ થઇ શકે છે. અમને આશા છે કે રશિયાથી જે સીમિત વેકસીન પૂરી પાડવામાં આવી છે તેનું વેચાણ આવતા અઠવાડિયે શરૂ થશે. વેકસીન પૂરી પાડવામાં આવતી રહેશે અને તેનું ઉત્પાદન જુલાઇમાં શરૂ થશે.

હૈદરાબાદની ડો. રેડ્ડી લેબોરેટ્રી આ રશિયન વેકસીન આયાત કરશે. જેના એક ડોઝની કિંમત ૯૪૮ રૂપિયા છે પણ ૫ ટકા GSTના સાથે Sputnik Vના એક ડોઝની કિંમત ૯૯૫.૪૦ રૂપિયા રહેશે. ફાર્મા કંપનીએ સાથે એ પણ કહ્યું છે કે આ વેકસીનની શરૂઆત હૈદરાબાદમાં થશે. કંપનીએ કહ્યું કે, આયાત કરવામાં આવેલી આ વેકસીનના એક ડોઝની કિંમત ૯૪૮ રૂપિયા છે જોકે ૫ ટકા GST જોડતા તેનો એક ડોઝ ૯૯૫.૪૦ રૂપિયાનો રહેશે. પણ જયારે લોકલ સપ્લાઇ શરૂ થશે ત્યારે કદાચ તેની કિંમત ઓછી થઇ શકે છે. કંપની હાલમાં આ વેકસીનના ૬ મેન્યુફેકચરિંગ પાર્ટનર સાથે કામ કરી રહી છે. ડો. પોલે કહ્યું કે, આવનારા સમયમાં Sputnik V પૂરી પાડવામાં આવતી રહેશે અને તેનું ઉત્પાદન જુલાઇમાં શરૂ થશે. આ સમયમાં Sputnik Vના અંદાજિત ૧૫.૬ કરોડ ડોઝ ઉપલબ્ધ રહેશે.

તેની વચ્ચે સંયુકત રાજય અમેરિકા, નેધરલેંડ, ઇટલી, ફ્રાંસ અને રશિયાના વૈજ્ઞાનિકોના એક ગ્રુપે આ વેકસીનના ત્રીજા સ્ટેજના પરિણામો પર ચિંતા વ્યકત કરી છે. તો રશિયન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેમનો ડેટા સ્પષ્ટ અને પારદર્શી છે અને યોગ્ય માપદંડો પર ખરા ઉતર્યા છે.

હાલમાં ભારતમાં લગભગ ૧૮ કરોડ કોરોના વેકસીન આપવામાં આવી ચૂકી છે. અમેરિકામાં સૌથી વધારે ૨૬ કરોડ વેકસીન લાગી છે. ભારત કોરોના વેકસીનેશન મામલામાં ત્રીજા સ્થાને છે. ડો. પોલે કહ્યું કે અમને ખુશી છે કે દેશમાં ૪૫ વર્ષથી વધારે ઉંમરના લોકોને કોરોના વેકસીન આપી દેવામાં આવી છે. ૪૫થી વધુ ઉંમરના ૮૮ ટકા લોકોનું કોરોનાને લીધે નિધન થયું છે. એવામાં આ એજગ્રુપના લોકોનું વેકસીનેશન જરૂરી હતું અને તેના પર પહેલાથી જ ધ્યાન આપવામાં આવ્યું છે.

(2:57 pm IST)
  • ઓસ્ટ્રેલિયા : યુનિવર્સિટી ઓફ ન્યુ સાઉથ વેલ્સ, સિડનીએ તેના મુખ્ય પુસ્તકાલય ટાવરને "ભારતીય વિદ્યાર્થીઓ અને મિત્રો" ના સમર્થનમાં ત્રીરંગા ના કલરમાં પ્રકાશિત કર્યો હતો access_time 10:48 pm IST

  • વ્યારા માટે કાળો દિવસ : વ્યારાના બિલ્ડર નિશિશ શાહની જાહેરમાં હત્યા : શનિમંદિર ચાર રસ્તા ઉપર કારમાં આવેલા ચાર શખ્સો ઉપરાઉપરી તલવાર વડે હુમલો કરી નાસી છૂટ્યા :નજીકમાં બેઠલા તરબુચવાળાએ છોડાવવાની કોશિશ કરતા ગંભીર ઘાયલ : લોહીલુહાણ હાલતમાં નિશિશ શાહને દવાખાને ખસેડાયા : તબીબોએ મૃત જાહેર કર્યા access_time 1:02 am IST

  • આજે પણ રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 316 અને ગ્રામ્યના 306 કેસ સાથે કુલ 622 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:34 pm IST