Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

બ્રિટનમાં સદીઓ પૂરાણા ચર્ચમાં 'માસ્કવાળા સંત'ની આકર્ષક મૂર્તિ

૧૧મી સદીમાં આ ચર્ચનું નિર્માણ થયુ હતુ, જયાં સંત અલ્બાન્સ અને સંત એન્ફીવાલ્સની સમાધિ છે

લંડનઃ ઇંગ્લેન્ડના એક ચર્ચમાં નામકરણનું કામ ચાલી રહયુ હતુ. જયાં એક મૂર્તિ માસ્કવાળા સંતની લગાવવામાં આવી છે. આ ચર્ચ બ્રિટનનું સૌથી પુરાણુ ચર્ચ છે. જેનુ નિર્માણ હર્ટફોર્ડશાયરમાં ૧૧મી સદીમાં થયુ હતુ. જયાં ચર્ચ બન્યુ હતુ. ત્યાં બ્રિટનના પ્રથમ સંતની કબર હતી. આ સંતના નામ ઉપરથી જ આ ચર્ચનું નામ સેન્ટ અલ્બાન્સ કૈથેડ્રલ રાખવામાં આવ્યુ હતુ.

આ ચર્ચ ૧૧૧૫માં બન્યુ હતુ. ત્યારે એક જ ચર્ચ હતુ. જેને ૧૩૫૦માં  કૈથેડ્રલની પદવી આપવામાં આવી હતી. અહિ બે સંતોની સમાધિ છે. પ્રથમ સંત એન્ફીવાલ્સની આ ચર્ચ એટલુ પુરાણુ છે કે અહિં સમયાંતરે સમારકામ થતુ જ રહે છે. આ ચર્ચના અમુક ભાગોમાં ૨૦૧૯માં રિનોવેશનનું કામ શરૂ કરાયુ હતુ. જે ૨૦૨૧માંં પૂર્ણ થયુ હતુ. નેશનલ લોટરી હેરીટેજના ફંડની મદદથી કરવામાં આવ્યુ હતુ. નવી કલાકૃતિઓમાં એક એવા ચહેરા બનાવવામાં આવ્યા કે જે તેની તરફ આકર્ષિત કરી રહે છે. લોકો તેને માસ્કવાલા સંત કહે છે આ ચહેરા ઉપર કોરોનાથી બચવા માસ્ક લગાવવામાં આવ્યુ છે.

(12:56 pm IST)