Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ડોકટરોને બલિના બકરા ના બનાવોઃ હાઇકોર્ટ

ડોકટરો લોકોના જીવન બચાવી રહયા છેઃ તેમને પુરતી સુરક્ષા આપો

મુંબઇઃ સંકટના આ કાળમાં ડોકટરો અને આરોગ્ય કર્મીઓ લોકોના જીવન બચાવવા માટે સખત મહેનત કરી રહયા છે ત્યારે આપણે તેમને સુરક્ષા પ્રદાન કરવી જોઇએ. જો તેમને સુરક્ષા નહિ આપી શકીએ આપણે પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયા ગણાશું. મુંબઇ હાઇકોર્ટે આ ટીપ્પણી કરી હતી.

એક જાહેર હીતની અરજીની સુનાવણી કરતા કોર્ટે રાજય સરકારને આરોગ્ય કર્મીઓને સુરક્ષા આપવાનો આદેશ આપ્યો કોર્ટે એમ પણ કહ્યું કે ઓકિસજન અને દવાઓની અછતના બહાને ડોકટરોને બલીના બકરા ના બનાવી શકાય.

(12:55 pm IST)