Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

રાજકોટમાં ધીમો પડયો કોરોના : રિકવરી રેટ ૯૩ ટકા : આજે ૩૭ મોત : ૮૦ કેસ

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૩૯ પૈકી ૬ કોવીડ ડેથ થયાઃ શહેરનો કુલ આંક ૩૮,૯૪૯એ પહોંચ્યો : આજ દિન સુધીમાં ૩૬,૦૭૨ દર્દીઓ સાજા થયા

રાજકોટ,તા.૧૪: શહેર - જિલ્લામાં  છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાએ ૩૭નો ભોગ લીધો છે. જયારે શહેરમાં બપોર સુધીમાં  ૮૦ કેસ નોંધાયા છે.

આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા તા.૧૩નાં સવારના ૮ વાગ્યાથી આજે તા.૧૪સવારના ૮ વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૩૭ દર્દીઓના મોત નિપજ્યા હતા. ગઇકાલે ૩૭ પૈકી ૬ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યું હતું.

શહેર અને જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ૨૭૨૮  બેડ ઉપલબ્ધ છે.

બપોર સુધીમાં કોરોનાના ૮૦ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૮૦ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૩૮,૯૪૯ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૩૬,૦૭૨ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૫,૫૪૨ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૩૫૯ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૬.૪૭ ટકા થયો  હતો. જયારે ૪૦૯ દર્દીઓ સાજા થયા હતા. આજ દિન સુધીમાં  ૧૦,૮૪,૦૫૬ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૮,૯૪૯  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૫૮ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ અંદાજીત ૨૬૨૪  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:01 pm IST)