Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

પ્રોટીન-વિટામીનના વધુ સેવનથી સાઇટોકાઇનનો ખતરો

આવા કિસ્સામાં ઘરગથ્થુ ઉપચારથી પરિસ્થિતી વણસી શકે : યોગ્ય સારવાર જરૂરી : કોરોનાથી બચવા માટે શરૂ કરાયેલા ઉપચારોની આડઅસર થવાની શકયતા

મુંબઇ,તા.૧૪: પ્રોટીન અને વિટામિન્સના વધુ પડતા સેવનથી તથા અન્ય પ્રકારે શ્વસનત઼ત્રમાં સાઇટોકાઇન  સ્ટોર્મનો વધારો થતો હોય છે. જેનાથી શ્વસનતંત્ર પર માઠી અસર પડે છે. જો કે તાત્કાલિક તબીબી સારવાર મળવાથી શ્વસનતંત્રને થતું નુકસાન મહદઅંશે અટકાવી શકાય છે. ઉપરાંત ઘણા કિસ્સામાં દર્દીને દૂધમાં કેલ્શિયમ બેઇઝ પેપટાઇઝ અને વિટામિન્સ હોવાથી તેનુ સેવન કરાવવામાં આવે છે. જેનાથી શ્વસનતંત્રમાં આવતા સાઇટોકાઇન સ્ટોર્મ અટકાવી શકાય છે. પરિણામ સ્વરૂપે શ્વસનતંત્ર મજબુત રહે છે. પરંતુ દૂધ સહિતના ઘરગથ્થુ ઉપાયથી દર્દીની પરિસ્થિતી ગંભીર બની શકે છે. જેથી નિષ્ણાંત તબીબોની સલાહ લેવી વધુ હિતાવહ છે.કોઇ પણ વ્યકિતના શ્વસનતંત્રમાં જ્યારે જરૂરિયાત કરતા વધારે માત્રામાં સાઇટોકાઇન સ્ટોમનો વધારો થતા દર્દીની પરિસ્થિતી ગંભીર સર્જાય છે. મેડિકલ જર્નલના રિસર્ચ પ્રમાણે વિશ્વમાં જ્યાં મિલ્ક પ્રોડકટ વધુ વપરાય છે. ત્યાં વિટામીના - ડીનું પ્રમાણ અને કેલ્શ્યિમ પેપટાઇઝને કારણે શ્વસનતંત્ર મજબુત રાખી શકાય છે. જે લોકોમાં આ વિટામની અને મિલ્ક પેપટાઇઝનો અભાવ જોવા મળે છે. તેવા લોકોમાં શ્વસનતંત્રને લગતા રોગોમાં મૃત્યુનો દર વધુ હોય છે. જ્યારે આ વિટામીન અને દૂધના પેપટાઇઝ ધરાવતા લોકોમાં મૃત્યુ દર ઓછો જોવા મળી રહ્યો છે. આપણે ત્યાં સામાન્ય રીતે લોકો પોતાના ઘરમાં જ દૂધ ગરમ કરીને તેમાં હળદર નાંખીને પીવે છે. ઉપરાંત ઘીને ગરમ કરીને તેમાં કાળા મરીના ફાડા અથવા તો આખા મરી નાખ્યા બાદ ગરમ  ઘીમાં કાળા મરી સાંતળી તેમાં હળદર ઉમેરીને તૈયાર થયેલી પેસ્ટ દૂધમાં નાખી સેવન કરતા હોય છે. જેનાથી ઇમ્યુનિટીમાં સુધારી. શરીરમાં ઇન્ફલામેશના ઘટાડો, સાંધાના દુઃખાવો સહિત વિવિધ  સમસ્યામાં સુધારો થતો હોય છે.  જેથી શ્વસનતંત્રને લગતી કોઇ પણ તકલીફમાં તાત્કાલિક નિષ્ણાંત તબીબની સલાહ જરૂરી છે.

સાઇટોકાઇન સ્ટોર્મ એટલે શું ?

આપણા શરીરમાં ઘણાખરા રોગોની સારવારમાં સાઇટોકાઇન સ્ટોર્મ મદદરૂપ થાય છે. પ્રોટીન સહિત વિટામીન્સથી શરીરમાં સાઇટોકાઇન સ્ટોર્મ બનતુ હોય છે. પરંતુ વધારે માત્રામાં સાઇટોકાઇન સ્ટોર્મ શરીરને નુકસાન પહોંચાડે છે. કોરોના સંક્રમિત દર્દીઓમા પણ સાઇટોકાઇન સ્ટોર્મનો વધારો જોવા મળી રહ્યો છે. જેથી દર્દીન મોતનો ભય રહે છે. જો કે સમયસર અને યોગ્ય સારવારથી દર્દીનો જીવ બચાવી શકાય છે.

દર્દીએ તાત્કાલીક સારવાર લેવી જરૂરી

સામાન્ય રીતે વ્યકિતને જ્યારે તાવ લાગે અથવા તાવ એક દિવસ છોડી બીજા દિવસ આવે તો તુરંત તબીબની સલાહ લેવી જોઇએ. આવા કિસ્સામાં કોરોના સંક્રમણનો ભય તો હોય જ છે. પરંતુ ઘણા કિસ્સામાં જરૂરી રિપોર્ટ બાદ સાઇટોકાઇન સ્ટોર્મની દર્દીના શરીર પર માઠી અસર હોવાનું જણાય આવતુ હોય છે. ઘરગથ્થુ ઉપચાર બંધ કરી નિષ્ણાત તબીબની સારવાર લેવી જરૂરી છે.

- ડો. શૈલેષ જેઠવા (એમ.ડી.મેડિસિન)

સાઇટોકાઇન સ્ટોર્મ ગમે ત્યારે આવતુ વાવાઝોડું

સાઇટોકાઇમ સ્ટોર્મ દર્દીના શરીરના ગમે ત્યારે આવતા વાવાઝોડા સમાન છે. સાઇટોકાઇન સ્ટોર્મ કોઇ પણ વ્યકિતના શરીરમાં આગમચેતી વગર આવી નુકસાન કરી શકે છે. જેમાં દર્દીની સ્થિતી ગંભીર થઇ શકે છે. પરંતુ સમયસર દર્દી દ્વારા નિષ્ણાંત તબીબનો સંપર્ક કરાતા યોગ્ય સારવાર મળતી આપી શકાય છે. વિવિધ પ્રકારની દવાના હાઇડોઝથી તબીબો આ પ્રકારના દર્દીની સારવાર કરતા હોય છે.

-ડો.દિપક વીરડિયા

(11:04 am IST)
  • છત્તીસગઢ સરકાર આ નાણાકીય વર્ષ દરમિયાન કોરોનાને લીધે તેમના માતાપિતા ગુમાવનારા તમામ બાળકોના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. આ ઉપરાંત 1 થી 8 ધોરણ સુધીના બાળકોને મહિનામાં 500 રૂપિયા અને નવમી થી બારમી સુધીના આવા બાળકોને દર મહિને 1000 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ રાજ્ય સરકાર આપશે. access_time 11:27 pm IST

  • શરદી અને તાવને હળવાશમાં ના લે ખેડૂતો, ગામડાઓ પણ કોરોના ફેલાઈ રહ્યો છે:વડાપ્રધાન મોદીની અપીલ access_time 12:59 am IST

  • કાઠમંડુ : કે.પી.શર્મા ઓલી ફરી એકવાર નેપાળના વડાપ્રધાન બન્યા છે. નેપાળના રાષ્ટ્રપતિ સુ. શ્રી વિદ્યા ભંડારીએ નેપાળના બંધારણ હેઠળ સૌથી મોટા પક્ષના નેતા હોવાના કારણે ઓલીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. નેપાળની સંસદમાં વિશ્વાસનો મત ગુમાવ્યા બાદ રાષ્ટ્રપતિએ ગઠબંધન સરકાર બનાવવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો હતો, જે આજે પૂરો થયો છે. પરંતુ નેપાળના વિરોધી પક્ષો દ્વારા તમામ પ્રયાસો છતાં બહુમતી મેળવવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા અને સત્તાનું સુકાન ફરી એકવાર કે.પી.શર્મા ઓલીના હાથમા આવી ગયું. access_time 11:11 pm IST