Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ફેસબુક પર દોસ્તી : યુવતીને મળવા બોલાવી પછી રાતભર ૨૮ લોકોએ જંગલમાં કર્યો ગેંગરેપ

હરિયાણાના પલવલની ઘટના : ત્રીજી મેની ઘટના : હવે FTR : બેભાન હાલતમાં યુવતીને છોડી આરોપીઓ ભાગી ગયા

પલવલ, (હરિયાણા),તા.૧૪: દિલ્હીથી માત્ર ૭૦ કિલોમીટર દૂર આવેલા પલવલમાં એક યુવતી સાથે ૨૮લોકોએ ગેંગરેપ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવકે ફેસબુક પર યુવતી સાથે મિત્રતા કેળવીને તેને મળવા માટે બોલાવી હતી. યુવતી મળવા માટે આવી કે યુવકે તેનું અપહરણ કરીને તેને રામગઢના જંગલમાં લઈ જઈને આખી રાત ગેંગરેપ કર્યો.

સવારે આ યુવતીને જયાં છોડવામાં આવી ત્યાં પણ ફરીથી ગેંગરેપ કરવામાં આવ્યો. આ યુવતીની તબિયત બગડતા તેને બેભાન અવસ્થામાં છોડીને આરોપીઓ ભાગી ગયા. આ કેસમાં પોલીસે ૨૫ લોકો વિરુદ્ઘ અપહરણ અને ગેંગરેપના આરોપમાં રિપોર્ટ નોંધ્યો છે. આ ઘટના ૩ મેની છે પણ યુવતીએ સ્વસ્થ થતાં હવે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

પોલીસ તપાસ અધિકારીએ જણાવ્યું કે યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તારીખ ૩ મેએ તેના દોસ્તે લગ્ન માટે પોતાના પરિજનો સાથે મળવા માટે તેને બોલાવી હતી. આ યુવતી જયારે ત્યાં પહોંચી તો યુવક તેને જંગલમાં એક ટ્યુબવેલ પર લઈ ગયો કે જયાં તેનો ભાઈ અને ૨૦-૨૮ યુવકો પહોંચ્યા.

પીડિતાએ આરોપ લગાવ્યો છે કે જંગલમાં તેના પર આખી રાત સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યું. ત્યારબાદ સવારે તેને અન્ય સ્થળે લઈ ગયા કે જયાં તે યુવક અને અન્ય મિત્રોએ દુષ્કર્મ કર્યું. ત્યારબાદ જયારે આ યુવતી ચાલવાની પણ સ્થિતિમાં નહોતી ત્યારે તેને છોડીને યુવકો ગાડીમાં ભાગી ગયા.

પોલીસે આ યુવતીની ફરિયાદના આધારે સાગર, સમુદ્ર અને આકાશ સહિત ૨૫ અન્ય યુવકો વિરુદ્ઘ અપહરણ અને સામુહિક દુષ્કર્મ સહિત વિવિધ ધારાઓમાં કેસ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે.

(10:11 am IST)