Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

તમારી પાસે પૂરતી વેકિસન નથી અને તમે પરેશાન કરતી કોલર ટ્યૂન સંભળાવી રહ્યાં છો

અદાલતે કહ્યું, જયાં સુધી આ ટેપ ખરાબ ન થાય, તમે તેને આગામી ૧૦ વર્ષ સુધી વગાડતા રહેશે

નવી દિલ્હી,તા.૧૪: લોકોને રસી લગાવવાની અપીલ કરતી કેન્દ્ર સરકારની ડાયલર ટ્યૂનની આલોચના કરતા દિલ્હી હાઈકોર્ટે ગુરૂવારે કહ્યું કે, અમને ખ્યાલ નથી કે કેટલા દિવસથી આ પરેશાન કરનાર સંદેશ વગાડવામાં આવી રહ્યો છે અને લોકોને રસી લેવાનું કહેવામાં આવે છે જયારે પૂરતી માત્રામાં વેકિસન ઉપલબ્ધ નથી.

ન્યાયમૂર્તિ વિપિન સાંધી ન્યાયમૂર્તિ રેખા પલ્લીની પીઠે કહ્યુ- જયારે લોકો કોલ કરે છે તો, અમને નથી ખ્યાલ કે તમે કેટલા દિવસથી એક પરેશાન કરનાર સંદેશ સાંભળી રહ્યાં છો કે લોકોએ રસી લગાવવી જોઈએ, જયારે તમારી (કેન્દ્ર સરકાર) પાસે પૂરતી રસી નથી. તેમણે કહ્યું-તમે લોકોનું રસીકરણ કરી રહ્યાં નથી,

પરંતુ છતાં તમે કહી રહ્યાં છો કે રસી લગાવડાવો. કોણ રસી લગાવે, જયારે રસી જ હાજર નથી. આ સંદેશનો અર્થ શું છે.

સરકારે આ વાતોમાં નવું વિચારવાની જરૂર છે. આ ટિપ્પણી કરતા પીઠે કહ્યું, તમારે આ બધાનું ધ્યાન આપવું જોઈએ. જો તમે પૈસા લેવાના છો, ત્યારે પણ આ આપો. બાળકો પણ આ કહી રહ્યાં છે. કોર્ટે કહ્યું કે, સરકારે હંમેશા એક સંદેશ વગાડવાની જગ્યાએ અલગ-અલગ સંદેશ તૈયાર કરવા જોઈએ.

અદાલતે કહ્યું, જયાં સુધી આ ટેપ ખરાબ ન થાય, તમે તેને આગામી ૧૦ વર્ષ સુધી વગાડતા રહેશે. પીઠે કહ્યું કે રાજય કે કેન્દ્રની સરકારોએ પાયાના સ્તર પર સ્થિતિ પ્રમાણે કામ કરવુ પડશે. કોર્ટે કહ્યું- તેથી મહેરબાની કરી અન્ય (ડાયલર સંદેશ) તૈયાર કરો. જયારે લોકો દર વખતે અલગ-અલગ (સંદેશ) સાંભળશે તો લગભગ તેની મદદ થઈ જશે. કોર્ટે કહ્યું કે ટીવી પ્રેઝન્ટેર, નિર્માતાઓ પાસે લોકોને જાગૃત કરવા માટે કાર્યક્રમ બનાવો, અમિતાભ બચ્ચન જેવા લોકપ્રિય લોકોને તેમા મદદ કરવાનું કહ્યું છે.

(10:08 am IST)