Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

અમેરિકામાં રસી લગાવી ચૂકેલા નાગરિકોને માસ્ક વગર બહાર નીકળવા લીલીઝંડી

કોરોના સંક્રમણનો શિકાર બનેલુ અમેરિકા હવે કોરોનાને માત આપી રહેલુ નજરે પડી રહ્યુ છે

વોશિંગ્ટન,તા. ૧૪: કોરોના સંક્રમણનો શિકાર બનેલું અમેરિકા હવે કોરોના ને માત આપી રહેલું નજરે પડી રહ્યું છે. યુ.એસ. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) એ કહ્યું છે કે યુ.એસ. માં રસી અપાયેલા લોકો હવે માસ્ક પહેર્યા વિના અથવા ૬ ફૂટના અંતરે તેમની પ્રવૃત્ત્િ।ઓ કરી શકે છે. જો કે, તે સ્થળોએ જયાં આ રસીકરણ ચાલુ છે, અથવા સરકારે હજી પણ પ્રતિબંધ લાદ્યા છે ત્યાં આ નિયમ લાગુ થશે નહીં.

અમેરિકામાં રસીકરણનું કામ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું છે. અહીં લગભગ તમામ પુખ્ત વયના લોકોનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. બાળકોમાં રસીકરણને તાજેતરમાં મંજૂરી આપવામાં આવી છે.

પ્રમુખ જો બિડેને આ માટે સીડીસીની પ્રશંસા કરી. બિડેને કહ્યું કે થોડા સમય પહેલા મને ખબર પડી કે સીડીસીએ સંપૂર્ણ રસી અપાવનારા લોકો માટે માસ્ક લગાવવાની આવશ્યકતા દૂર કરી છે. આ એક મોટી સિદ્ઘિ છે. તે એક મહાન દિવસ છે. આ શકય હતું કારણ કે આપણે દેશના મોટાભાગના અમેરિકનોને ખૂબ ટૂંકા ગાળામાં રસી આપી છે.

બિડેને કહ્યું, 'અમારા ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ દ્વારા છેલ્લા ૧૪૪ દિવસથી વિશ્વનું નેતૃત્વ કરવામાં આવ્યું છે.' અને તે ઘણા લોકોની મહેનતથી સફળ રહ્યું. વૈજ્ઞાનિકો, સંશોધનકારો, ફાર્માસ્યુટિકલ કંપનીઓ, નેશનલ ગાર્ડ, યુ.એસ. સૈન્ય, ફેમા, બધા રાજયપાલો, ડોકટરો, નર્સોએ ખૂબ મહેનત કરી છે.

(10:06 am IST)