Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

દેશના 9.5 કરોડ ખેડૂતોના ખાતામાં આઠમા હપ્તાના 2000 થશે જમા : કઈ રીતે ચકાસશો લાભાર્થીની યાદી : જાણો રીત

PM-KISANની 8 મોં હપ્તો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જાહેર થશે : કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ ઉપસ્થિત રહેશે

નવી દિલ્હી :વડા પ્રધાન મોદી કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે ખેડૂતોને મદદ કરવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાના 8 માં હપ્તાની રકમ આજે આપશે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે કે 14 મે નો દિવસ દેશના ખેડુતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સવારે 11 વાગ્યે PM-KISANની 8 મોં હપ્તો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જાહેર કરવામાં આવશે. આ સમય દરમિયાન વડા પ્રધાન મોદી દેશના ખેડૂતો સાથે પણ વાતચીત કરશે. વડા પ્રધાન કાર્યાલય  ના અનુસાર પીએમ મોદી 8 માં હપ્તામાં 9.5 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 19,000 કરોડ રૂપિયા જમા કરશે. આ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ ઉપસ્થિત રહેશે.

કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે જણાવ્યું છે કે ખેડૂત લાભાર્થીઓએ તેમની સ્થિતિ ચકાસવા Waiting for approval by state / Rft Signed by State Government અથવા FTO is Generated and Payment confirmation is pending નું સ્ટેટ્સ ચોક્સી લેવું જોઈએ.જો FTO is Generated and Payment confirmation is pending મેસેજ પીએમ કિસાન પોર્ટલ પર જોવા મળેછે તો તેનો અર્થ એ કે તમારી હપ્તાની રકમ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.

લાભાર્થી યાદીમાં તમારું નામ આ રીતે તપાસો
1. પહેલા તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in ની મુલાકાત લેવી પડશે.
2. તેના હોમપેજ પર તમને farmers corner વિકલ્પ દેખાશે.
3. ફાર્મર્સ કોર્નર વિભાગમાં તમારે Beneficiaries List વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
4. પછી તમારે ડ્રોપ ડાઉન સૂચિમાંથી રાજ્ય, જિલ્લા, પેટા-જિલ્લા, બ્લોક અને ગામની પસંદગી કરવાની રહેશે.
5. આગળ તમારે Get Reportપર ક્લિક કરવું પડશે. હવે લાભાર્થીઓની સંપૂર્ણ યાદી દેખાશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.

જો કિસાન સન્માન નિધિનો 8 મો હપ્તો બેંક ખાતામાં ન પહોંચે તો પીએમ કિસાન સન્માનના હેલ્પલાઈન નંબર પર ફરિયાદ નોંધાવી શકાય છે. આ માટે, કેન્દ્ર સરકારે 011-24300606 / 011-23381092 હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. આ સિવાય સોમવારથી શુક્રવાર સુધી પીએમ-કિશન હેલ્પ ડેસ્ક પણ ઈ-મેલ pmkisan-ict@gov.in પર ફરિયાદ કરી શકે છે.

(12:48 am IST)
  • દેશના અનેક ભાગોમાં તબાહી મચાવી શકે છે વાવાઝોડુ ‘ટૌકતે’ ૧૪ થી ૧૬ મે દરમિયાન કેરળ, કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે : ૨૦મીએ કચ્છમાંથી પસાર થઈ દક્ષિણ પાકિસ્તાન તરફ આ વાવાઝોડુ ફંટાઈ શકે છે access_time 11:29 am IST

  • ચંદીગઢ પોલીસે અધધધ 100 કરોડ રૂપિયાનું 10 કિલો કોકેઇન (ડ્રગ્સ) કબજે કર્યું છે અને કુરિયર દ્વારા આ ડ્રગ્સ ઓસ્ટ્રેલિયા મોકલવાનો પ્રયાસ કરી રહેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે. access_time 11:26 pm IST

  • રશિયન સરકારે “અંફ્રેન્ડલી સ્ટેટ્સ” ની સૂચિ બહાર પાડી છે જેમાં હવે અમેરિકા અને ચેક રિપબ્લિકનો સમાવેશ થાય છે. ચેક દૂતાવાસને 19 રશિયન નાગરિકો અને અમેરિકી દૂતાવાસોને એકપણ અધિકારી રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં તેમ રશિયન સરકારના સૂત્રોએ જણાવ્યું હતું. access_time 12:48 am IST