Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

પ્રવાસી અમજુરોને બે ટંકનું ભોજન અને કરિયાણું આપો : વતન મોકલવાની વ્યવસ્થા કરાવો:સુપ્રિમકોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટે દિલ્હી, હરિયાણા અને યૂપી સરકારને કોમ્યુનિટી કિચન ખોલવાનો આદેશકર્યો

નવી દિલ્હી : કોરોના મહામારી વચ્ચે મજૂરોના પલાયનને રોકવા અને તેમને જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સુપ્રીમ કોર્ટે દિલ્હી, હરિયાણા અને યૂપી સરકારને કોમ્યુનિટી કિચન ખોલવાનો આદેશ આપ્યો છે. જ્યાં પ્રવાસી મજૂરોને બે ટાઈમનું ભોજન મળી શકે, સાથે જ જરૂરી કરિયાણાનું સામાન ઉપલબ્ધ કરાવવા માટે નિર્દેશ પણ આપ્યા છે

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, દિલ્હી, યૂપી અને હરિયાણા સરકારને દિલ્હી-એનસીઆરમાં ફસાયેલા મજૂરોને આત્મનિર્ભર ભારત યોજના અથવા અન્ય યોજનાઓ હેઠળ સાર્વજનિક વિતરણ પ્રણાલીના માધ્યમથી મે મહિનામાં રાશન ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો છે.

લાઈવ લોના રિપોર્ટ અનુસાર, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એમઆર શાહની બેન્ચે સુપ્રીમ કોર્ટમાં એક્ટિવિસ્ટ હર્ષ મંદર, અંજલિ ભારદ્વાજ અને જગદીપ છોકર તરફથી દાખલ અરજી પર આ આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અધિકારી રાશન માટે કોઈપણ રીતના ઓળક પત્ર પર વધારે ભાર આપે નહીં. તે ઉપરાંત સુપ્રીમ કોર્ટે દિલ્હી, યૂપી અને હરિયાણાના NCRમાં આવનાર જિલ્લાઓમાં ફસાયેલા પ્રવાસી મજૂરોને પોતાના ઘરે મોકલવા માટે પરિવહનની વ્યવસ્થા કરવાનો આદેશ પણ આપ્યો છે.

આ પહેલા ગુરૂવારે સુપ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરોની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતુ કે, આ મજૂરો માટે ખાદ્ય સુરક્ષા અને સસ્તા ટ્રાન્સપોર્ટ વિકલ્પ સુનિશ્ચિત કરવા માટે કોર્ટ આદેશ રજૂ કરશે.

તે ઉપરાંત મહારાષ્ટ્ર, ગુજરાત અને બિહારને પણ આવેદન પર નોટિસ આપવામાં આવી છે. જેમાં તેમના પાસે જવાબ માંગવામા આવ્યો છે કે, તેઓ પોતાના રાજ્યમાં ફસાયેલા પ્રવાસી મજૂરોને પરત મોકલવા માટે પરિવહન અને ભોજનની શું વ્યવસ્થા કરી રહ્યાં છે.

(12:13 am IST)