Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

ટેસ્લાના પ્રમુખ એલન મસ્કની ટ્વિટથી બે કલાકમાં બિટકોઈનમાં ૧૭ ટકાનો કડાકો થયો

ટેસ્લા વાહન ખરીદનારા પાસેથી બિટકોઈન નહીં સ્વિકારે : જળવાયુ સમસ્યાના લીધે બિટકોઈન સ્વીકારવાની ના પાડી

નવી દિલ્હી, તા.૧૩ : ટેસ્લાના પ્રમુખ એલન મસ્કની ટ્વીટના કારણે ફરી એક વખત બિટકોઈનમાં ઘટાડો નોંધાયો છે. એલન મસ્કે એક ટ્વીટ કરી તેના કલાકની અંદર બિટકોઈનની કિંમત ૫૪,૮૧૯ ડોલરથી ઘટીને ૪૫,૭૦૦ ડોલર થઈ ગઈ હતી. હકીકતે એલન મસ્કે ટ્વીટમાં લખ્યું હતું કે, તેમની કંપની ટેસ્લા હવે વાહન ખરીદનારાઓ પાસેથી બિટકોઈન નહીં સ્વીકારે. એલન મસ્કે જળવાયુ સમસ્યાના કારણે બિટકોઈન સ્વીકારવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ બિટકોઈનની કિંમત ૧૭ ટકા સુધી ઘટી ગઈ હતી.

જે પહેલી માર્ચ બાદની તેની અત્યાર સુધીની સૌથી ઓછી કિંમત છે. એલન મસ્કે લખ્યું હતું કે, અમે બિટકોઈન માઈનિંગ અને લેવડ દેવડ માટે જીવાશ્મ ઈંધણના ખૂબ ઝડપથી વધી રહેલા ઉપયોગને લઈને ચિંતિત છીએ. ખાસ કરીને કોલસો જેમાં અન્ય કોઈ પણ ઈંધણની સરખામણીએ સૌથી વધારે ઉત્સર્જન થાય છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષની શરૂઆતમાં ટેસ્લાએ એવી જાહેરાત કરી હતી કે તેમણે . બિલિયન ડોલરના બિટકોઈન ખરીદ્યા છે અને તેઓ પોતાની કારની ખરીદી સામે તેનો સ્વીકાર કરશે, ત્યાર બાદ બિટકોઈનની કિંમતમાં ભારે ઉછાળો આવ્યો હતો. અગાઉ પણ એલન મસ્કની ટ્વીટના કારણે ક્રિપ્ટોકરન્સીમાં ભારે ઘટાડો નોંધાયો હતો. વર્ષની શરૂઆતમાં એલન મસ્કે બિટકોઈનની વધી રહેલી કિંમતો સામે ચિંતા વ્યક્ત કરતી ટ્વીટ કરી હતી. ત્યાર બાદ ન્યૂયોર્કમાં બિટકોઈનની કિંમત ,૦૦૦ ડોલર એટલે આશરે ૧૮ ટકા ઘટીને ૫૦,૦૦૦ ડોલરની નીચે આવી ગઈ હતી.

(7:47 pm IST)