Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

સીબીઆઈના નવા ડાયરેક્ટરની પસંદગી માટે ૨૪મીએ હાઈ પાવર કમિટીની બેઠક મળશે

સીબીઆઈના નવા ડાયરેક્ટરની પસંદગી માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની હાઈ પાવર કમિટીની બેઠક ૨૪ મેના રોજ મળશે. આ કમિટીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, દેશના ચીફ જસ્ટિસ એન.વી. રમના અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા કોંગ્રેસના અધીર રંજન ચૌધરીનો સમાવેશ થાય છે. સંભવત: આ બેઠકમાં સીબીઆઈના નવા ડાયરેક્ટરના નામ ઉપર મંજૂરીની મહોર મારવામાં આવશે.

(4:51 pm IST)