Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

૨ થી ૧૮ વર્ષના બાળકો પર થશે કોવેકસીનનું ટ્રાયલ

કોરોના વિરૂધ્ધ લડાઇમાં વધુ એક પગલુ : DCGIએ આપી મંજુરી

નવી દિલ્હી તા. ૧૩ : કોરોના વિરૂદ્ઘ ચાલી રહેલી લડાઈમાં વધુ એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ ભારત બાયોટેકની કોવેકિસનને ૨થી ૧૮ વર્ષની ઉંમરના બાળકો પર ટ્રાયલની મંજૂરી આપી દીધી છે. કોરોના વેકિસનનું મોનિટરીંગ કરતી સબ્જેકટ એકસપર્ટ કમિટીએ અગાઉ આ માટે ટ્રાયલની ભલામણ કરી હતી.

જાણવા મળ્યા મુજબ ભારત બાયોટેક ૫૨૫ વોલેન્ટિયર્સ પર ટ્રાયલ કરશે. તે ૨થી ૧૮ વર્ષની ઉંમરના બાળકો પર કરવામાં આવનારૂ કોવેકિસનનું ફેઝ-૨ અને ફેઝ-૩ કલીનિકલ ટ્રાયલ હશે.ટ્રાયલ દરમિયાન વેકિસનનો પહેલો અને બીજો ડોઝ ૨૮ દિવસના અંતરે આપવામાં આવશે.

ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ ભારત બાયોટેકને ૨ થી ૧૮ વર્ષનાં બાળકો પર કોવેકિસનની ટ્રાયલ કરવાની મજૂરી આપી દીધી છે. સેંટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની સબ્જેકટ એકસપર્ટ કમિટી SEC એ મંગળવારે હૈદરાબાદની ભારત બાયોટેકનાં પ્રસ્તાવ પર ચર્ચા કરી હતી.

હાલમાં ભારતમાં બીજી લહેર ચાલી રહી છે અને તેના પ્રકોપે સરકારની સ્વાસ્થ્ય સિસ્ટમ સાવ પડી ગઈ છે. જેનાં પરિણામે હજારો લોકો પોતાનો જીવ ગુમાવી બેઠા છે. આ સાથે જ એકસપર્ટ લોકોએ સલાહ આપી હતી કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવશે જે બાળકોને પર સૌથી વધુ અસર કરશે. જેનાં પરિણામે કેટલાય રાજયોએ બાળકો માટે હોસ્પિટલ બનાવવાનું શરૂ પણ કરી દીધું છે.

છેલ્લે તોવેકિસનજ કોરોનાથી સુરક્ષિત રહેવાનો ઉપાય છે.ભારત બાયોટેકે જણાવ્યું છે કે હાલ અમે ૧૮ રાજયોમાં કોવેકિસનડાયરેકટ જ પહોંચાડી રહ્યા છીએ. આ જાણકારી તેમણે ટ્વિટર પર આપી હતી કે અમે ૧ મે થી હવે રાજયોનેવેકિસનઆપવાનું શરૂ કરી દીધું છે. આ રાજયોમાં આંધ્ર પ્રદેશ, દિલ્હી, બિહાર, ગુજરાત, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બંગાળ, આસામ, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, ઓડિશા, તમિલનાડુ, ત્રિપુરા, તેલંગાણા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સામેલ છે. અને અમે આ સપ્લાય ચાલુ જ રાખીશું.

વૈજ્ઞાનિકોની ચેતવણી બાદ સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારને ત્રીજી લહેરની તૈયારીઓ અંગે સવાલ કર્યો હતો. અનેક રાજય સરકારોએ અત્યારથી જ બાળકો માટે અલગથી હોસ્પિટલ બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે. જો કે, સૌથી વધારે આશા વેકિસન પર જ છે.

(4:18 pm IST)