Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

દેશના અન્ય રાજ્યોની મદદ થાય તે માટે કેરળ સરકારે રેમડેસિવિરનો જથ્થો કેન્દ્રને પરત મોકલ્યો

નવી દિલ્હી,તા. ૧૩: કોરોના વાયરસ સાથે લડવા તેની મેનેજમેન્ટ ક્ષમતા માટે પ્રશંસા મેળવનાર કેરળ સરકારે કેન્દ્ર સરકારને ન વપરાયેલ રેમડેસિવિરની એક લાખ શીશીઓ પરત કરી છે. સરકારી સૂત્રોએ બુધવારે આ માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, કેરળ સરકારે રેમેડેસિવિરની શીશીઓ કેન્દ્રને પરત કરી છે, જેથી આ દવા ફરીથી તે રાજયોમાં વહેંચી શકાય જેને વધુ જરૂર છે. કેરળ દ્વારા આ પગલું તે સમયે લેવામાં આવ્યું છે, જયારે દેશના અન્ય ભાગોમાં આ દવાના અભાવને કારણે અફરા તફરી મચી છે.

ગયા અઠવાડિયે જ દવાની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્યિત કરવા, કેન્દ્ર સરકારે ૧૬ મે સુધી રેમેડસવીરની ફાળવણી કરી હતી. આ નિર્ણય કેન્દ્રીય રસાયણો અને ખાતર પ્રધાન સદાનંદ ગૌડાએ લીધો હતો અને રાજયોમાં દવાઓની ફાળવણીની યોજના ફાર્માસ્યુટિકલ્સ વિભાગ અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સંયુકત રીતે તૈયાર કર્યો હતો.

સત્ત્।ાવાર સૂચનાને જાહેર કરતા ગૌડાએ એક ટ્વિટમાં કહ્યું હતું કે, કેન્દ્રીય કેમિકલ્સ અને ખાતર મંત્રાલય ૨૧ એપ્રિલથી ૧૬ મેની વચ્ચે રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ-૧૯ સારવારમાં ઉપયોગી ઈન્જેકશન રેમેડિસવીર માર્કેટિંગ કંપનીઓને ૫૩ લાખ શીશી દવા ઉપલબ્ધ કરાવવાનું કહ્યું હતું. કંપનીઓને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, સપ્લાય યોજના મુજબ તમામ રાજયો/કેન્દ્રશાસિત પ્રદેશોને સમયસર સપ્લાય કરવામાં આવે, જેથી કોઈ પણ દર્દી આ રોગચાળામાં ખલેલ પહોંચે નહીં.

કેન્દ્રીય કેમિકલ્સ અને ખાતર મંત્રાલયે કહ્યું હતું કે, સપ્લાય યોજના મુજબ ઝાયડસ કેડિલા ૨૧ એપ્રિલથી ૧૬ મેના સમયગાળા દરમિયાન રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રેમેડિસવીરની કુલ ૯,૮૨,૧૦૦ શીશીની સપ્લાઈ અને હેટોરોની ૧૭,૧૭,૦૫૦ શીશીઓની સપ્લાઈ કરશે. આ સમયગાળા દરમિયાન માયલાનને ૭,૨૮,૦૦૦ શીશીઓ અને સિપ્લાને ૭,૩૨,૩૦૦ શીશીઓ સપ્લાય કરવાની છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ સમય દરમિયાન, રાજયો/કેન્દ્ર શાસિત પ્રદેશોને જુબિલેંટ ૪,૪૫,૭૦૦ શીશીઓ, સિંજેન/સન ૩,૭૩,૦૦૦ શીશીઓ અને ડો. રેડ્ડી૩,૨૧,૮૫૦ શીશીઓની સપ્લાય કરશે.

કોવિડ-૧૯ ચેપમાં વધારો થવાને કારણે રેમેડેસિવરની માંગમાં અનેકગણો વધારો થયો છે. રેમેડેસિવીર બનાવવા માટે વપરાતી દ્યણી સામગ્રી પર સરકારે કસ્ટમ ડ્યુટી માફ કરી દીધી છે. ૧૧જ્રાક એપ્રિલે રેમેડેસિવીરની વધતી માંગને ધ્યાનમાં રાખીને સરકારે આ ઈન્જેકશન અને તેમાં ઉપયોગમાં લેવાતા ઔષધીય રસાયણોના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

કેરળ સરકારે ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોના વાયરસની સારવાર માટે દર નક્કી કર્યા છે. આમાં રજિસ્ટ્રેશન અને ડોકટર ફી, ઓકિસજન સિલિન્ડરો અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ કરવામાં આવતા પરીક્ષણોના દર જેવા સારવાર સાથે સંબંધિત તમામ ચાર્જનો સમાવેશ કરવામાં આવ્યો છે.

(3:40 pm IST)