Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

દર્દીને એકલા ન રાખો, વધુ સમય ગાળો

સર્વાઈવલ ગિલ્ટ અને પોસ્ટ ટ્રોમેટીક સ્ટ્રેસ ડીસ ઓર્ડરનો શિકાર થાય છે કોરોના દર્દીઓ

નવીદિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનો આંક ચોંકાવનારો સામે આવી રહ્યો છે અને સામે રિકવરી રેટમાં પણ વધારો જોવા મળ્યો છે. પરંતુ કોરોનાની જંગ જીતનારા કેટલાક દર્દીઓ સર્વાઈવલ ગિલ્ટ અને પોસ્ટ ટ્રોમેટીક સ્ટ્રેસ ડીસ ઓર્ડર જોવા મળે છે ઓકસફોર્ડ યુનિવર્સિટીએ દાવો કર્યો છે કે દર ત્રીજા દર્દીએ આ બીમારી સામે ઝૂકવું પડે છે.

નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરો સાઈન્સ બેંગલોરમાં આ ડિસિસને લઈને હેલ્પલાઈન નંબર પર ૪૦્રુ કોલમાં વધારો જોવા મળ્યો છે. જોકે સમયની સાથે તેના લક્ષણો ઓછા થતાં જોવા મળે છે પરંતુ જો ધ્યાન ન દેવામાં આવે તો તેના લક્ષણોમાં વધારો જોવા મળી શકે છે.

જેમાં દર્દીને લાગે છે કે તે બીજા લોકોની મદદ કરી શકતો હતો પંરતુ તે નાં કરી શક્યો સાથે જ તે કઈ પણ દુર્ઘટના માટે પોતાને જ જવાબદાર સમજે છે, તેવામાં તેમના પરિવારજનોએ શું કરવું જોઈએ તેના વિષે મનોચિકિત્સક ડો. સત્યકાન્ત ત્રિવેદીએ જણાવ્યું કે પરિવારજનોએ તેની વાત સાંભળવી જોઈએ, તેમને એકલું ન મૂકવું જોઈએ , દિનચર્યા બનાવવામાં મદદ કરવી જોઈએ , દર્દી જો ખૂબ જ તણાવ અનુભવે તો ચોક્કસ રીતે ડોકટરની સલાહ લેવી જોઈએ , દર્દીની સાથે વધુમાં વધુ સમય પસાર કરે , તેની સાથે ખૂલીને વાત કરે.

(3:39 pm IST)