Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

મહારાષ્ટ્ર સહીત પાંચ રાજયોમાં ફેલાયું બ્લેક ફંગસનો ખતરો

મુંબઈઃ કોરોના વાયરસ પછી મહારાષ્ટ્ર સહીત પાંચ રાજ્યોમાં ફેલાયું બ્લેક ફંગસ એટલે કે મ્યુકોમાયકોસિસ નો ખતરો શરૂ થઇ ગયો છે, મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ૨૦૦૦થી વધુ કેસ સામે આવ્યા છે, બીએમસી એ કહ્યું કે ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું છે, રાજસ્થાન,ગુજરાત,યુપી,ઝારખંડ, એમપી,એનસીઆરમાં પણ દર્જનો કેસ આવ્યા છે, તેનાથી સંક્રમિત દર્દીઓ માં મૃત્યુદર ૫૦્રુ છે, જયરે દર્દીઓની આંખની રોશની પણ જતી રહે છે.

દેશમાં પહેલી મ્યુકોમાયકોસિસ યુનિટ ભોપાલ અને જબલપુર મેડીકલ કોલેજમાં  ખુલશે, તેમાં બ્લેક ફંગસ ના દર્દીઓની સારવાર અને ઓપરેશન જેવી તમમ વ્યવસ્થા હશે.

બ્લેક ફંગસઃ નાક અને સાઈનસના માધ્યમથી પ્રવેશ કરે છે, આંખ ઉપર હુમલો કર્યા પછે મગજ પર અસર કરે છે, બે ત્રણ દિવસમાં માથાનો તીવ્ર દુખાવો થાય છે, પાપણ ઉપર સોજો આવી જાય અને આંખની હલન ચલણ બંધ થય જાય છે, એક સાઈડ નો ભાગ સુન અને કાળો પડી જાય છે.

રાજસ્થાન સહીત કેટલાય પ્રદેશ ઝપેટમાં

બ્લેક ફંગસ ના દર્દીઓ માટે ગુજરાતના સુરત,અમદાવાદ સહીત કેટલાય શહેરોમાં ૬૦થી પણ વધુ દર્દીઓ મળી આવ્યા છે, રાજકોટ હોસ્પીટલમાં અલગ થી સ્પેશિયલ વોર્ડ બનાવ્યો છે, રાજસ્થાન ના જયપુરમાં લગભગ ૪૦ થી વધુ દર્દીઓ સામે આવ્યા છે, તેમાં કેટલાય ની આંખો જતી રહી છે, છેલા ૨૪ કલાકમાં બ્લેક ફંગસના ૧૪ દર્દીઓ જેમાં ૨ રાંચી,૪ રાજસ્થાન,૫ યુપી તેમજ દિલ્લી એનસીઆર માંથી નોંધાયા છે, જયરે ૫૦ થી વધુ દર્દીઓ મધ્યપ્રદેશ માં સામે આવ્યા છે,

મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં મફત સારવાર

મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસના સંકર્મીતોને મફતમાં સારવાર માટે મેડીકલ કોલેજ સાથે જોડાયેલ હોસ્પિટલોમાં અલગ વોર્ડ બનાવામાં આવી રહ્યા છે, મુંબઈના હોફકીન ઇન્સ્ટીટયુટ ને એક લાખ ઈન્જેકશનનો ઓર્ડર આપ્યો છે, જયરે મધ્યપ્રદેશમાં પણ ગરીબ દર્દીઓની સારવારનો તમામ ખર્ચ સરકાર તરફથી આપવામાં આવશે.

(3:37 pm IST)