Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

સ્તનપાનથી નથી ફેલાતો કોરોના

માતાનું ધાવણ બાળકને કોરોનાને મ્હાત આપવા સક્ષમ

નવીદિલ્હીઃ કોરોનાની બીજી લહેર બાળકો તેમજ યંગસ્ટર માટે ખૂબ જ ઘાતક સાબિત થયો છે. દિવસેને દિવસે બાળકો અને મોટી ઉમંરનાં લોકો કોરોનાનો ભોગ બની રહ્યા છે. તેવામાં ઘણા લોકોનાં મનમાં કોવિડ ગાઈડલાયન્સને લઈને મનમાં  પ્રશ્નો ઉત્પન્ન થતાં હોય છે. તેવી જ એક વાત કરીએ માતા બનેલી મહિલા વિષે તો કોરોના સંક્રમિતનાં લક્ષણો પછી પણ બાળકને સ્તનપાન કરાવવું જોઈએ તેવો વૈજ્ઞાનિકોએ દાવો કરેલો છે. કોવિડ -૧૯ નું સંક્રમણ માતાનાં દૂધથી નથી ફેલાતું પરંતુ તેમાંથી બાળકોને એન્ટિ બોડી મળે છે જે કોરોના અને અન્ય કેટલાક રોગો સામે લડવા માટે પણ ખૂબ જ સક્ષમ હોય છે. બાળકોનાં નિષ્ણાત ડો. અરુણ ગુપ્તાનું કહેવું છે કે કોરોના દરમિયાન સ્તનપાન ખૂબ જ સુરક્ષિત છે. જે માતા અને બાળક બનેનાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે.

ડો. ગુપ્તા માતાને દિવસ ભર માસ્ક , નિયમિત રીતે હાથ ધોવા અને અન્ય કેટલીક સાવધાનીઓ રાખવા માટે સલાહ આપે છે. અને ડબ્બાનું દૂધ ન પીવડાવવા માટે પણ સલાહ આપી છે.

(3:37 pm IST)