Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

અત્યારે સૌથી વધારે રોકડ ફરી રહી છે બજારમાં

મેડીકલ ઇમરજન્સીના ભયથી લોકો ઘરમાં રાખી રહયા છે રોકડ

મુંબઇ, તા.૧૩: દેશના કુલ જીડીપીના છઠ્ઠા ભાગની કરન્સી અત્યારે લોકો મેડીકલ  ઇમરજન્સીના ભયના કારણે ઘરમાં રાખી રહયા છે. આ રોકડ નાણાંનો સંગ્રહ છેલ્લા  દસ વર્ષમાં સૌથી વધારે છે. ૨૦૧૬માં નોટબંધી પછી ડીજીટલ પેમેન્ટમાં ઉત્તરોત્તર વધારો થઇ રહયો હોવા છતાં લોકો કટોકટીમાં રોકડ ઘરમાં રાખવા પર વધારે વિશ્વાસ ધરાવે છે.

રોકડ વિતરણ કંપની સીએમએસના ક્રેશ મેનેજમેન્ટ બીઝનેસના પ્રમુખ અનુષ રાઘવન કહે છે, 'રોકડ રકમ ડબલ કામ કરે છે તે વેલ્યુનો પણ છે અને પેમેન્ટ પણ કરી શકે છે. કટોકટીના સમયમાં રોકડ રકમનું સર્કયુલેશન અર્થવ્યવસ્થામાં વધી જાય છે કેમ કે લોકો લીકવીડીટી  અને સુરક્ષા ઇચ્છે છે. ઉપરાંત લોકડાઉનના કારણે નાણાંની મોબીલીટી ઘટી જવાના કારણે પણ લોકોની કેશ ઇન્વેન્ટ્રીમાં વધારો થયો છે.

નાણાંકીય વર્ષ ૨૦૧૬માં જીડીપીના ૧૨ ટકા જેટલી રોકડ રકમ બજારમાં ફરતી હતી, જે નોટબંધી પછી ૨૦૧૭માં ઘટીને ૮ ટકાએ પહોંચી હતી. જે નોટબંધી પછી ૨૦૧૭માં ઘટીને ૮ ટકાએ પહોંચી હતી. ત્યાર પછી તેમાં વર્ષો વર્ષ વધારો થતો ગયો છે.

(12:53 pm IST)