Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

સંક્રમણમાંથી રિકવર થયા પછી લાંબા સમય સુધી શિશ્નના સ્નાયુમાં વાઇરસની હાજરી હોઇ શકે

કોરોનામાંથી સાજા થયા બાદ શિશ્નમાં શિથિલતાની સમસ્યાનું જોખમ

ન્યુયોર્ક તા. ૧૩ :.. પુરૂષ કોવિડના સંક્રમણમાંથી રિકવર થયા પછી લાંબા સમય સુધી તેના શિશ્નના સ્નાયુમાં વાઇરસની હાજરી હોઇ શકે અને તેને લીધે ઇરેકટાઇલ ડિસફંકશન (શિશ્નમાં શિથિલતા)ની સમસ્યા થઇ શકે એવું તારણ અમેરિકાના નિષ્ણાતોએ  જારી કર્યુ છે. માયામી યુનિવર્સિટીના રિસર્ચર્સના જણાવ્યા અનુસાર કોવિડ-૧૯ ના સંક્રમણથી લોહીની નળીઓ વ્યાપક પ્રમાણમાં શિથિલ થઇ શકે. જે ઇરેકટાઇલ ડિસફંકશન માટે જવાબદાર પુરવાર થઇ શકે.કોવિડને કારણે સંભવીત ઇરેકટાઇલ ડીસફંકશન માટે એન્ડોથેલિયલ ડિસફંકશન કારણભુત છે. આ એવી સ્થિતિ છે જેમાં લોહીની નાની નળીઓ તેની કામગીરી સામાન્ય રીતે કરી શકતી નથી. તેને લીધે એ નળીઓ જે સ્નાયુને લોહી પુરૂ પાડતી હોય તેને નુકશાન થવાની શકયતા રહે છે. નિષ્ણાતોને કોવિડથી સંક્રમિત બે પુરૂષના શિશ્નના સ્નાયુમાં કોવિડ-૧૯ ની હાજરી હોવાનું જણાવ્યું હતું. જો કે, ભૂતકાળમાં આ  વાઇરસની સંક્રમિત નહીં થયેલા પુરૂષોમાં આવી કોઇ હાજરી જણાઇ ન હતી. આ બે પુરૂષને અનુક્રમે છ અને આઠ મહિના પહેલાં સંક્રમણ થયુ હતું અને તેમાં એન્ડોથેલિયલ ડિસફંકશનની સ્થિતિ જણાઇ હતી. જયારે અભ્યાસમાં જણાવ્યા અનુસાર કોવિડનું સંક્રમણ થયું ન હોય એવા પુરૂષોમાં આવી સ્થિતિ જોવા મળી ન હતી. નિષ્ણાતોનો આ અભ્યાસ વર્લ્ડ જર્નલ ઓફ મેન્સ હેલ્થમાં પ્રકાશિત કરાયો છે.વેરસિટીના એસોસીએટ પ્રોફેસર રણજીત રામસામીએ જણાવ્યું હતું કે, 'અમારૂ રિસર્ચ દર્શાવે છે કે, કોવિડ-૧૯થી ફેફસા અને કિડની ઉપરાંત, વ્યાપક પ્રમાણમાં એન્ડોથેલિયલ ડિસફંકશન થઇ શકે. જેનું મુખ્ય કારણ એન્ડોથેલિયલ કોષોમાં કોવિડની હાજરી છે, જે શિશ્ન સહિત ઘણા અંગોને અસર કરી શકે.' તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'અમારા પાઇલટ સ્ટડીમાં જણાયું કે, અગાઉ શિશ્નમાં શિથિલતાની ફરીયાદ ન હોય એવા પુરૂષોમાં કોવિડના સંક્રમણ પછી ઇરેકટાઇલ ડિસફંકશનની ગંભીર સ્થિતિ ઊભી થઇ હતી.' રિસર્ચર્સે અગાઉ કોવિડ સંક્રમણ થયું હોય એવા  બે પુરૂષોના શિશ્નના સ્નાયુનું પરીક્ષણ કર્યુ હતું. રિસર્ચર્સે કોવિડ સંક્રમણ થયું ન હોય એવા બે પુરૂષોના ટિશ્યુનું સેમ્પલ પણ લીધું હતું. તેમણે વાઇરસની હાજરી ઉપરાંત, એન્ડોથેલિયલ ડિસફંકશન માટે પણ ટિશ્યુનું પરીક્ષણ કર્યુ હતું. કોવિડ સંબંધી અન્ય જટિલતા, વ્યાપક  સંક્રમણ અને તેને લીધે એન્ડોથેલિયલ ડિસફંકશનને કારણે શિશ્નમાં શિથિલતાની સમસ્યા ઊભી થઇ શકે. જેનું મુખ્ય કારણ સ્નાયુમાં વાઇરસની હાજરી હોઇ શકે.

(11:44 am IST)