Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

રાજસ્થાનમાં ઉજવાતુ પાંચ દિવસીય અખાત્રીજનું પર્વ લોકડાઉનથી ફીકકુ

અમાસથી શરૂ થાય છે : ખેડુતો ઘઉ-બાજરીનું ખીચુ, મગ - ચોખા અને ગુવાર કાચરીનું ભોજન ગ્રહણ કરે છે : સુકી જમીન ખેડી સારા વરસાદના કરાતી કામના

પોકરણ તા. ૧૩ : પશ્ચિમી રાજસ્થાનના ખેડુતોના આપસી ભાઇચારા અને સદ્દભાવના પાંચ દિવસીય અક્ષય તૃતિયા પર્વનો ગયા મંગળવાર અમાસથી પ્રારંભ થઇ ચુકયો છે.

આ દિવસોમાં લોકો પોતાના ઘરોમાં ઘઉં, બાજરાનું ખીચુ કે મંગ ચોખાનું ભોજન બનાવી ગ્રહણ કરે છે. કોઇ ગુવારની કાચરી જમે છે. સારા વરસાદ અને સુખ સમૃધ્ધિની પરસ્પર શુભેચ્છાઓ પાઠવે છે. ખેડુતો ખેતરે જઇ સુકી જમીન પર હળ ચલાવવાની રસમ અદા કરે છે. ધરતી માતાની પુજા કરવામાં આવે છે.

હાલ છેલ્લા બે વર્ષની કોરોના સંક્રમણ ચાલી રહ્યુ હોય સરકારે બધે જ રેડ એલર્ટ જાહેર કરેલ હોય અનુસાશન-લોકડાઉનની મર્યાદામાં રહીને આ ઉત્સવ ફીકકો બની રહ્યો છે. જો કે નિયમ પાલન સાથે સાદગીથી પણ આ ઉત્સવના શુકન અક્ષય તૃતિયાના દિવસે ખેડુતોએ સાચવ્યા હતા.

(11:43 am IST)