Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

સ્વાસ્થ્ય સુવિધાઓમાં પુણે શ્રેષ્ઠ : દિલ્હી - NCRમાં સ્થિતિ ખરાબ

હોસ્પિટલોમાં સુવિધા અંગે હાઉસિંગ ડોટ કોમે ૮ મુદ્દા પર કર્યો સર્વે

નવી દિલ્હી તા. ૧૩ : કોરોનાનાકહેર વચ્ચે સ્વાસ્થ્ય સુવિધાઓ દ્રષ્ટિએ જોઈએ તો દેશના આઠ શહેરોમાં પુણે શ્રેષ્ઠ છે અને દિલ્હી-એનસીઆર સૌથી ખરાબ. ત્યાં હોસ્પિટલોમાં બેડ, હવાની ગુણવત્ત્।ા, સફાઈ અંગે હાઉસિંગ ડોટ કોમ દ્વારા નોંધવામાં આવેલા આંકડામાં એ ખુલાસો થયો છે. તે એક રિયલ સ્ટેટ પોર્ટલ છે. જે અમેરિકામાં આવેલન્યુઝ કોર્પ અને ઓસ્ટ્રેલિયાઇગ્રુપ આરઇએ સંચાલિત કરે છે.

સ્ટેટ ઓફ હેલ્થ કેર ઈન ઇન્ડિયાનાનામથી આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં દેશના આઠ મોટા શહેરોને સામેલ કરવાં આવ્યા છે. અમદાવાદ, બેંગ્લુરૂ, ચેન્નાઈ, દિલ્હી-એનસીઆર, હૈદરાબાદ, કોલકતા, મુંબઈ મેટ્રોપોલિટન રીઝન અને પુણે.

દર હજાર લોકો પર હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા, હવાની ગુણવતા, સ્વચ્છતા, રહેવામાં સરળતા. તેમાં હોસ્પિટલોના બેડની ઉપલબ્ધતા પર વધુ જોર આપવામાં આવ્યું છે. હાઉસિંગ ડોટ કોમ મુજબ સ્વાસ્થ્ય સુવિધાઓ મામલે પુણે દેશનું શ્રેષ્ઠ શહેર છે. ત્યાં દર એક હજાર લોકો પર ૩.૨ હોસ્પિટલ બેડ ઉપલબ્ધ છે, જે રાષ્ટ્રીય અંદાજથી ખબજ વધું છે.ભારતમાં દર એક હજાર વ્યકિત પર ૦.૮૬ ડોકટર રહેલા છે. જયારેઅન્ય મોટી અર્થવ્યવશ્થામાંઆ આંકડા ૨-૪ ડોકટરોનો છે.

દિલ્હી, એનસીઆર, નોઈડા, અને ફરીદાબાદની સરખામણીએ ગાજિયાબાદ અને ગ્રેટર નોઈડામાં હોસ્પિટલો નાની છે. ત્યાં સર્વિસ સેકટર, વેયરહાઊસીંગઅને ઉત્પાદન ગતિવિધિઓ મોટા પાયે રહેલી હોય છે. આ રિપોર્ટને તૈયાર કરવામાં ૧૦૦ બેડની હોસ્પિટલોનેજ સામેલ કરવામાં આવી છે. આ રિપોર્ટમાં હૈદરાબાદ, ચેન્નાઈ અને કોલકાતા પાંચમા, છઠ્ઠા અને સાતમા ક્રમે છે.

(11:42 am IST)