Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

ચીનની વૃદ્ઘ દાદીઓ 'ફેશનેબલ મોડલ્સ' બનીને સોશિયલ મીડિયા પર છવાઈ ગઇ

આ ગ્રુપમાં ૬૦ વર્ષથી ૮૦ વર્ષ સુધીની મહિલાઓ શામેલ છે જે 'ફેશનેબલ મોડેલ્સ' જેમ રસ્તા પર રેમ્પ વોક કરતી જોવા મળે છેઃ તો કેટલીકવાર કોઈ ટીવી શોમાં પણ

બીજીંગ, તા.૧૩: ચીનમાં વૃદ્ઘ મહિલાઓનું એક જૂથ હાલમાં સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. આ વૃદ્ઘ મહિલાઓ છે, જેઓ પોતાના દેશમાં પોતાના જેવા લોકો માટે યુવાઓનો નજરીયો  બદલવાની કોશીસ કરી રહી છે.  આ ગ્રુપમાં ૬૦ વર્ષથી ૮૦ વર્ષ સુધીની મહિલાઓ શામેલ છે જે 'ફેશનેબલ મોડેલ્સ' જેમ રસ્તા પર રેમ્પ વોક કરતી જોવા મળે છે. તો  કેટલીકવાર કોઈ ટીવી શોમાં પણ.

આ મહિલાઓના વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ત્યાં ૭૬ વર્ષીય સોંગ શિયુઝુ પણ છે, જે બે વર્ષ પહેલાં શ્નફેશન ગ્રાન્ડમાઝલૃનામના જૂથ સાથે સંકળાયેલી છે.  તેનો એક મિનિટનો વીડિયો વધુને વધુ વાયરલ થયો હતો, જેમાં તે બેઇજિંગના રસ્તા પર રેમ્પવોક ચાલતી જોવા મળી હતી. જે બાદ લાખો લોકો તેના પ્રશંસક બન્યા.

આમ કરીને, આ મહિલાઓ ફકત લોકોની વિચારસરણી જ નહીં, પણ અર્થતંત્રમાં પણ ફાળો આપી રહી છે. સોન્ગ કહે છે, 'અમારા યુવા ચાહકો અમારા જેવા વૃદ્ઘ દાદીને ખુશ અને ફેશનેબલ શૈલીમાં જુવે છે.  અને હવે વૃદ્ઘઅવસ્થા થી ડરતા નથી.' હકીકતમાં, ચાઇનામાં વૃદ્ઘ લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે, આવી સ્થિતિમાં, દેશ એક પડકાર તરીકે લાખો નિવૃત્ત લોકોને સુવિધા પૂરી પાડવાનું વિચારી રહ્યું છે.

પરંતુ હવે વૃદ્ઘ લોકો  અવતાર દ્વારા લોકોની વિચારસરણીમાં પરિવર્તન લાવી રહ્યા છે  સાથે સાથે ઘણા પૈસા પણ મેળવી રહ્યા છે. જેથી તેઓ કોઈના પર ભારરૂપ કે બોજા રૂપ નાં બને. તકનીકીની સહાયથી વધુને વધુ લોકો ફેશન ગ્રાન્ડમાસ આઉટફિટમાં  જોડાઇ રહ્યા છે. હાલમાં 'ફેશન ગ્રાન્ડમાઝ' જૂથના ૨૩ સભ્યો છે, જયારે દેશભરના અન્ય લોકો પણ તેમાં મોટો ફાળો આપે છે.

આ લોકો પોપ  એડ વિડિઓઝ બનાવીને લાઇવ સ્ટ્રીમ દ્વારા ઉત્પાદન વેચીને પૈસા કમાય છે. હીલિંગ નામના એજન્ટ કહે છે, 'તેઓ એક મિનિટમાં જ  કોઈ પણ ઉત્પાદનના ૨૦૦ એકમો વેચે છે.' આ સિવાય તેના વીડિયોઝ (ફેશન ગ્રાન્ડમાસ મેસેજિસ) માં એક ખાસ સંદેશ પણ છુપાયો છે. જેમ કે 'સુંદરતા ફકત યુવાનો માટે જ નહીં પરંતુ વૃદ્ઘ લોકો પણ અદ્બુત જીવન જીવી શકે છે'.

જયારે કેટલીક વિડિઓઝમાં ગંભીર સંદેશા પણ છુપાયેલા હોય છે, જેમ કે મહિલાઓ સાથે  ઘરેલું હિંસા ન કરવી જોઈએ. તેના એક વીડિયોમાં એક છોકરાએ તેની ગર્લફ્રેન્ડને સ્ટોર પર થપ્પડ મારતા બતાવ્યું, ત્યાર બાદ વૃદ્ઘ મહિલા તેને ઢસેડી ને ગાર્ડ પાસે  લઇ જાય છે. પછી સ્ક્રીન પર લખ્યું છે, 'ઘેરલૂ હિંસા ગેરકાયદેસર છે'.

(10:54 am IST)