Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

ગંધ પારખવાની ક્ષમતાથી કોરોના છે કે નહીં તે જાણી શકાશે

જર્નલ રોયલ સોસાયટી ઇન્ટરફેસમાં પ્રકાશિત સ્ટડીના વૈજ્ઞાનિકો દાવો

નવી દિલ્હી,તા. ૧૩: વિશ્વભરમાં કોરોના વાયરસની બીમારી અંગેની સારવારને લઈને અનેક પરીક્ષણો વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. આ દરમિયાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કેસૂલ આધારીત એક નવા સુગંધ પરીક્ષણથી ગંધને ઓળખવાની ક્ષમતા ખોવા સંબંધિત વિવિધ બીમારીઓ, જેમ કે કોવિડ-૧૯ વગેરેની તાત્કાલિક સારવારમાં મદદ મળી શકે છે.

જર્નલ રોયલ સોસાયટી ઈન્ટરફેસમાં પ્રકાશિત સ્ટડી અનુસાર આ પરીક્ષણ પાર્કિસન બીમારીના દર્દીઓ પર કરવું સરળ છે અને મોટી વસ્તીમાં કોવિડ-૧૯ના નિદાનમાં મદદરૂપ સાબિત થઈ શકે એમ છે. બ્રિટનની કિવન મેરી યુનિવર્સિટી ઓફ લંડનના સંશોધકોને જાણવા મળ્યું કે ગંધ પરીક્ષણમાં પાકિર્સન અને અલ્ઝાઈમર સહિત નર્વસ સિસ્ટમ સંબંધિત કેટલીક સ્થિતિઓના નિદાનમાં મદદની ક્ષમતા છે.

તેમણે કહ્યું કે જોકે હાલ આ પરીક્ષણ વ્યાપક રુપે ઉપલબ્ધ નથી, મોઘું છે અને સામાન્ય સ્વાસ્થ દેખભાળ ભવર્થાઓમાં આ ટેસ્ટિંગને લાગુ કરવામાં થોડોક સમય લાગી શકે છે. આ પરિક્ષણની સફળતા અને તેને વ્યાપક સ્તરે લાગુ કરવા અંગે સંશોધકો આશાવાદી વલણ ધરાવી રહ્યાં છે.

આ સમસ્યાઓના સમાધાન માટે સંશોધકોની ટીમેએકનવીસુગંધ પારખવાની ટેસ્ટિંગ કીટ વિકસિત કરી છે, જેમાં સુગંધિત તેલોની ખુશબુયુકત કેપ્સૂલોને એક તરફ ટેપ વાળી બે પટ્ટીઓની વચ્ચે રાખવામાં આવે છે.

ગંધ પરીક્ષણ માટે કેપ્સૂલોને આંગળીઓ અને ટેપની પટ્ટીની વચ્ચે તોડવામાં આવે છે, જેનાથી કેપ્સૂલમાં ભરેલી સામગ્રી બહાર આવે છે.

કોઈ પણ વ્યકિત આ ગંધોને ઓળખવાના આધાર પર પોઈન્ટ નકકી કસ્વામા આવે છે, જો દર્દી ગંધ ઓળખી શકતો નથી તો તેને ડોકટરો પાસે મોકલવામાં આવે છે.

કવીન મેરીઝ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ મટિરિયલ સાયન્સના મુખ્ય સંશોધકો અહદમ ઈસ્લાઈલ કહે છે કે, અમારી આ કેપ્સૂલ ગંધને ઓળખવામાં સક્ષમ ન હોય તેવા વિવિધ રોગોના દર્દીઓની સારવારમાં તાત્કાલિક મદદ કરી શકે એમ છે. આ નવા પરિક્ષણ અંગે હજી વૈજ્ઞાનિકો થાપક સંશોધન કરી રહ્યાં છે. નિષ્ણાતોના મતે જો આ પરિક્ષણ કારગર નિવડશે તો તેનાથી કોરોનાના નિદાનની પ્રક્રિયા ઝડપી બનશે એ તેના પરિણામે હળવાં લક્ષણો ધરાવતા અનેક લોકોને સમયસર યોગ્ય સારવાર ઉપલબ્ધ બનાવવાથી તેમના જીવ બચાવવામાં મદદ મળી રહેશે.

(10:25 am IST)