Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

ICU બેડ ન મળતા શકિતમાન ફેમ મુકેશ ખન્નાની બહેનનું કોરોનાથી મોત : એકના એક બહેન ગુમાવ્યા

કોવિડને ૧૨ દિવસમાં હરાવ્યા બાદ તે લંગ્સની ખરાબી સામે હારી ગઈ. ખબર નહીં ઉપરવાળો શું હિસાબ લે છે

મુંબઈ,તા.૧૩: સમગ્ર દુનિયા અને ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જોખમી સાબિત થઈ.  દરરોજ કોરોનાના ઘણા એવા કિસ્સા સામે આવી રહ્યા છે કે દેશભરમાં આઈસીયુ બેડની સમસ્યાઓ થવા લાગી છે  ત્યારે વધુ એક સમાચાર સામે આવ્યા છે.  ટીવી શો 'શકિતમાન'અને 'મહાભારત'થી લોકપ્રિય બનેલા અભિનેતા મુકેશ ખન્નાએ પણ એની એકમાત્ર મોટી બહેન કમલ કપૂરને ગુમાવી દીધા છે.

આ અંગે ખુદ મુકેશ ખન્નાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી છે જેમાં  લખ્યું  છે કે આજે મારી એકમાત્ર મોટી બહેન કમલ કપૂરનું દિલ્હીમાં અવસાન થયું છે, તેના મૃત્યુ માટે મને ખૂબ જ દુખ છે. પરિવારના બધા જ સભ્યો સદમામાં છીએ. કોવિડને ૧૨ દિવસમાં હરાવ્યા બાદ તે લંગ્સની ખરાબી સામે હારી ગઈ. ખબર નહીં ઉપરવાળો શું હિસાબ લે છે.

ખરેખર હું મારા જીવનમાં પ્રથમ વખત હચમચી ગયો છું. ઉલ્લેખનીય છે કે તેની બહેન કોરોના પોઝિટિવ હતી. પરંતુ તે રિકવર કરી ચૂકી હતી. તેના બાદ પણ શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. આને કારણે દિલ્હીમાં આઈસીયુ બેડની શોધ કરવામાં આવી, પરંતુ અંતિમ ક્ષણ સુધી તેમને બેડ ન મળ્યો અને તેમનું મોત નીપજયું હતું.

મુકેશ ખન્નાએ વધુમાંએ પણ જણાવ્યું કે તેમના મોતની ખબર દુનિયા ભરમાં ખોટી રીતે ફેલાઈ હતી જેને આખા દિવસ દરમિયાન તેમને ખોટી પુરવાર પુષ્ટિ કરી હતી પણ તેમને ખબર નહોતી કે એ જ દિવસ તેમની બહેનનો આખરી દિવસ હશે.

મુંબઈમાં કોરોના વાયરસની પરિસ્થતિને કારણે અનેક સેલિબ્રિટી પરેશાન છે. એક તરફ વાયરસને કારણે ફિલ્મોના શૂટિંગ પર પ્રતિબંધ લાગવાના આવ્યો છે તેની સાથે બોલિવુડ નામાકિત સેલિબ્રિટી કોરોના વાયરસ ના શિકાર બન્યા છે. જેમાં કેટલાક લોકો ઘરે આઈસોલેટ થયા છે.

(10:24 am IST)