Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

૧૦ ટકાથી વધુ સંક્રમણવાળા જિલ્લાઓમાં ૮ અઠવાડિયાનું લોકડાઉન લગાવો : ICMR

નવી દિલ્હી,તા. ૧૩: ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR) ના ડાયરેકટર ડો. બલરામ ભાર્ગવે સૂચન કર્યું હતું કે જે જિલ્લાઓમાં કોરોનાના સંક્રમણનો દર ૧૦ ટકાથી વધુ હોય ત્યાં ૮ અઠવાડિયાનું લોકડાઉન લગાવો. ભારત અત્યારે કોરોનાની બીજી લહેરનો સામનો કરવા ઝઝૂમી રહ્યું છે. ઘણા સમયથી સરેરાશ રોજના ૪ લાખથી વધુ નવા કેસ આવી રહ્યા છે. બધા રાજયો તેની સામે પોતપોતાની રીતે વ્યૂહ અપનાવી રહ્યા છે. તેમને એક સામાન્ય માર્ગદર્શન આપતાં આ સૂચન કરવામાં આવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બીજી લહેરમાં યુવાઓ વધુ ભોગ બની રહ્યા છે તેનું કારણ કદાચ એ છે કે યુવાઓ નોકરી-વ્યવસાય માટે બહાર નીકળે છે. બીજું કારણ એ પણ છે કે કોરોના વાઇરસનો નવો વેરિઅન્ટ યુવાનોને વધુ અસર કરે છે. ખાસ કરીને ૪૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને વધારે જોખમ છે.

મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ICMRના ડાયરેકટરે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાનું સંક્રમણ દર ૨૧ ટકા છે. ૭૩૪ જિલ્લાઓમાંથી ૩૧૦ જિલ્લાઓમાં સંક્રમણ દર કયાં તો રાષ્ટ્રીય દર જેટલો છે અથવા એનાથી વધુ છે.

કર્ણાટક, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને પંજાબ સહિત ૧૬ રાજયોમાં દૈનિક કેસનો આંકડો વધી રહ્યો છે. ત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્ત્।રપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, છત્ત્।ીસગઢ, બિહાર, મધ્યપ્રદેશ અને તેલંગણા સહિતના ૧૮ રાજયોમાં કેસ ઘટી રહ્યાં છે.

(10:24 am IST)